સુમીટોમો કેમીકલ ઈન્ડીયા લી. દ્વારા કર્મચારીઓના તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરાયા

40

કર્મચારીઓના 250થી વધુ બાળકોને સન્માનીત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો
સુમીટોમો કેમીકલ ઈન્ડીયા લી. દવારા પ્રતિ વર્ષે કર્મચારીના જે સંતાનો 60 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમનું શિશુવિહાર વાનીપ્રસ્થાન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથી વિશેષ માનનીય ડો. હેમંતભાઈ મહેતા (ભાવનગર મેડીકલ કોલેજ– ડીન ), નાનકભાઈ ભટ્ટ, ડો.અમીતભાઈ મહેતા (જનરલ મેનેજર), ડો સંજયભાઈ વડોદરીયા (સી.ડી.જી.એમ.) વૈશાલીબેન કાશિકભાઈ જોષી, સુધાબેન સુરેશભાઈ પટેલ તથા અન્ય અધિકારીગણની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ડો.હેમંતભાઈ મહેતા દવારા વિદ્યાર્થીઓને તથા વાલીઓને પોતાના પ્રવચનમાં જણાવેલ કે અભ્યાસમાં સફળતા માટે કઠોર પરીશ્રમ, સમયનું યોગ્ય આયોજન,તથા એકાગ્રતાથી લક્ષ્ય પ્રાપ્તીનો પ્રયત્ન ખુબ જરૂરી છે. આ કાર્યક્રમમાં કુલ 256 તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનીત કરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ મુખ્ય અતિથી ના હસ્તે ડો.હેમંતભાઈ મહેતા, નાનકભાઈ ભટ્ટ, ડો.અમીતભાઈ મહેતા,ડો.સંજયભાઈ વડોદરીયા, વૈશાલીબેન જોષી, સુધાબેન પટેલ દવારા કરવામાં આવ્યા હતો.