વીર સાવરકર પ્રા.શાળામાં ઔષધ બાગના નિર્માણ માટે વૃક્ષારોપણ

765

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં પર્યાવરણ પ્રયોગશાળા પ્રોજેક્ટ હેઠળ તા.૨૩ના ભાવનગર જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવનના નિવૃત્ત અધ્યાપક અને પ્રકૃતિ પ્રેમી કિશોરભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે ઓક્સિજન પાર્ક,ન્યુટ્રિશ્યન પાર્ક, ઔષધબાગના નિર્માણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જુદા જુદા ૩૦ પ્રકારના ૩૦૦ જેટલા વૃક્ષો અને વનસ્પતિઓનું પુજન અર્ચન કરીને વાવવામાં આવ્યા

.આ કાર્યક્રમમાં મેયર કિર્તિબેન દાણીધારીયા, ભા.જ.પ.ના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી ડી.બી.ચુડાસમા, ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ ચુડાસમા, શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ,દ્ગઇ્‌ૈંના નિતિનભાઈ, સુમિટોમોના વનરાજસિંહ અને તેજસભાઇ પંડ્યા,પર્યાવરણ પ્રેમી વડિલ જયંતદાદા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી અને શહેરના અધ્યક્ષ મહેશભાઈ મોરી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ મુકેશભાઈ પનોત, રાજહંસ નેચર કલબના હર્ષદભાઈ અને યશભાઈ તેમજ અન્ય શાળાઓના પર્યાવરણ પ્રેમી શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
શાળામાં દાતા તરફથી મળેલ ચબુતરો પણ લગાવવામાં આવ્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ તેમજ શાળા પરિવાર એ જહેમત ઉઠાવી હતી.

Previous articleસાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર દર્શન યોજાયા
Next articleઆધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે એક સાથે બે કાર્યક્રમ યોજાયા