સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર દર્શન યોજાયા

562

૮ કિલોથી પણ વધારે અંદાજે સાડા છ કરોડથી વધારે રકમના વિશેષ ભવ્યાતિભવ્ય સુવર્ણ સોનાના વાઘાના શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર ઉમટી પડ્યા
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજરોજ તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૧ ને રવિવારના રોજ વિશેષ ગુરૂ પૂર્ણિમા ના પાવન દિવસ નિમિતે કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી દ્વારા વિશેષ ૮ કિલોથી પણ વધારે અંદાજે સાડા છ કરોડથી વધારે રકમના વિશેષ ભવ્યાતિભવ્ય સુવર્ણ સોનાના વાઘાના શણગાર કષ્ટભંજન હનુમાનજી મહારાજને શણગાર સજાવવામાં આવ્યા હતા ત્યારે દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓના ભાવિક ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ના વિશેષ ગુરુ સુવર્ણ વાઘા શણગાર દર્શન માટે પહોંચ્યા હતા જ્યાં દર્શન કરી ભાવિક ભક્તો એ ધન્યતા અનુભવી હતી જ્યારે મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી તેમજ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સહિતના અથાણાં વાળા મંડળના સંતો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે ભાવિકો ને શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.