ક્રિકેટર શ્રીસંત સન્ની લિયોન સાથે ફિલ્મમાં અભિનય કરશે

155

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
શ્રીસંતનું ક્રિકેટ કરિયર મેચ ફીક્સીંગ બાદ ખતમ થઇ ગયુ હતુ. શ્રીસંતે ફીક્સીંગને લઇને તેની પર પ્રતિબંધ લાગ્યો હતો. જે હવે પૂર્ણ થતા તેણે ફરી થી મેદાને આવવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. આ દરમ્યાન હવે તે ફિલ્મમાં અભિનય આપનારો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આર.રાધાકૃષ્ણના દિગ્દર્શન ધરાવતી ‘પટ્ટા’ નામની ફિલ્મમાં અભિનય આપશે. ખાસ વાત એ છે કે, સન્ની લીયોન તે ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકામાં હશે. શ્રીસંતની આ ત્રીજી ફિલ્મ હશે જેમાં અભિનેતાના રુપમાં જોવા મળી શકે છે. દક્ષિણ ભારતીય ફિલ્મમાં શ્રીસંત આ પહેલા બે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. આગામી ફિલ્મમાં શ્રીસંત ઝ્રમ્ૈં ઓફીસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા મુજબ ઝ્રમ્ૈં અધિકારી તરીકે એક એવી બાબત સામે આવશે કે, જે મહિલાઓની આસપાસ હશે. શ્રીસંતની વાત કરવામા આવે તો, તે વર્ષ ૨૦૧૭માં અક્સર-૨ અને ૨૦૧૯માં કેબરે ફિલ્મમાં અભિનયન આપી ચુક્યો છે. હવે તે ત્રીજી ફિલ્મમાં હશે, કે જેમાં તે અભિનય આપશે.
શ્રીસંત આ બોલીવુડની ફિલ્મમાં પણ અભિનય આપી ચુક્યો છે. જે ફિલ્મ હજુ રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. ફિલ્મમાં શ્રીસંત ઉપરાંત સન્ની લિયોનીને ને સ્થાન આપવામાં આવ્યુ છે. વિષય મુજબ તે ભૂમિકા નિભાવવામાં યોગ્ય ઠરશે એમ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોનુ માનવુ છે. ફિલ્મના નિર્માતા પણ ફિલ્મના પાત્રને નિભાવનાર યોગ્ય પ્રતિભા ધરાવતા હોવાની ઇચ્છા ધરાવતા હતા. જેને લઇને તેઓે તેમની પસંદગી સન્ની લિયોન તરફ રહી હતી. દિગ્દર્શક રાધાકૃષ્ણ આ ફિલ્મની સાથે ખાસ આકર્ષીત નહોતા, પરંતુ જ્યારે તેઓએ કથાને જાણી ત્યારે તૈયાર થઇ ગયા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ફિલ્મમાં તેમની ભૂમિકા બોલીવુડમાં અત્યાર સુધીમાં અલગ રહી હતી. તેમનુ કહેવુ છે કે, અભિનેત્રી તરીકે સન્ની લિયોન માટે થ્રીલર ફિલ્મમાં એક સાહસીક અભિનય હશે.