જેક્લિન ફર્નાન્ડિઝે તસવીરો શેર કરી દીધી

284

(સં.સ. સે.) મુંબઈ,તા.૨૪
જેક્લિન ફર્નાન્ડિઝ તેની બોલ્ડ અદાઓથી લોકોનાં દિલ પર રાજ કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો અને વીડિયો શેર કરી ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણએ તેની બે તસવીરો શેર કરી છે જેમાં તે બેકલેસ નજર આવે છે આ તસવીરોમાં તેણે ફ્કત ટુવાલ ઓઢેલો છે. અને તસવીર શેર કરતાં તેણે જે કેપ્શન લખી છે તે લોકોને વિચારવા મજબૂર કરી દે તેવી છે કે આખરે કેમ એક્ટ્રેસે આવું લખ્યું છે? જેક્લિન ફર્નાન્ડિઝએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે જેમાં તે ફક્ત ટુવાલમાં નજર આવે છે. આ તસવીરની સાથે તેણે જે કેપ્શન લખી છે તેનાંથી તે આ સમાજને સણસણતો ટોન્ટ મારતી નજર આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, બદસૂરત તમે નથી, આ સમાજ છે. તસવીરોમાં જેક્લીને તેનાં શરીર પર લાલ રંગનો ટુવાલ ઓઢેલો છે. અને તે બાથરૂમમાં ઉભેલી દર્પણની સામે બેકલેસ થઇ પોઝ આપી રહી છે. જેક્લીનની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે વાયરલ થઇ રહી છે. અને ફેન્સ આ તસવીરો પર જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે. આવું પહેલી વખત નથી જ્યારે જેક્લિને આટલી બોલ્ડ તસવીરો શેર કરી હોય. થોડા સમય પહેલાં જેક્લીનનો મ્યૂઝિક વીડિયો પાની-પાની રિલીઝ થયો. જેને ફેન્સે ખુબજ પસંદ કર્યો. જેક્લીનનાં આ મ્યૂઝિક વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જેક્લીન પાસે હાલમાં ખુબ બધા પ્રોજેક્ટ્‌સ છે. તે ટૂંક સમયમાં હોરર કોમેડી ’ભૂત પોલીસ’માં નજર આવશે આ ઉપરાંત સર્કસમાં તે નજર આવશે. અક્ષય કુમારની બચ્ચન પાંડે અને સલમાન ખાનની ’કિક ૨’ અંગે તે ચર્ચામાં છે. તો બીજી તરફ તે સાઉથ સ્ટાર કિંચા સુદિપની સાથે પણ કોઇ પ્રોજેક્ટમાં નજર આવી રહી છે. તેણે તેની સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. જેક્લીનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. જેક્લીનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

Previous articleભાવનગરમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીની આજથી મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શરૂઆત
Next articleક્રિકેટર શ્રીસંત સન્ની લિયોન સાથે ફિલ્મમાં અભિનય કરશે