આજથી ધોરણ.૯,૧૦ અને ૧૧ માં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય સાથે શાળાઓ ફરી શરૂ થશે

332

સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં આજથી શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થશે પ્રથમ ધોરણ દસ-બાર ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ ૯ થી ૧૨ સુધી ના વર્ગો નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો જેને વાલીગણ દ્વારા સહર્ષ વધાવવામા આવ્યો છે. લાંબા સમય બાદ ભાવનગર શહેર તથા જિલ્લા માં આવેલી શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ થશે કોરોના મહામારી ની બીજી ઘાતક લહેર ને પગલે ઓફ લાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ લાગું કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે બીજી લહેરનો કોઈ ભય નથી અને પરિસ્થિતિ સામાન્ય છે આથી રાજ્ય સરકારે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને આજથી ધોરણ નવ થી બાર સુધી ના વર્ગો માં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ બહાલ થશે રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ૫૦ ટકા કેપીસીટી સાથે મંજૂરી આપવામાં આવી છે આથી શાળાનાં સંચાલકોએ પણ વ્યવસ્થા ગોઠવી છે શાળાના સંચાલકોએ પણ શાળામાં આવનાર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓનુ સંમતિ પ્રત્રક ભરવું અનિવાર્ય બનાવ્યું છે અને ૭૫ ટકાથી વધુ વાલીઓએ સંમતિપત્રક ભરી શાળાઓને સોંપી દિધું છે તો બીજી તરફ સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે શાળાના વર્ગખંડો માં તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે સોમવારથી શરૂ થતાં શૈક્ષણિક કાર્યને લઈને વિદ્યાર્થીઓ-વાલીઓ માં પણ ખુશી જોવા મળી રહી છે.
સોમવારથી શાળા શરૂ થવાની હોય જેને પગલે શનિ રવિ માં બજારોમાં શિક્ષણ કાર્ય અનુરૂપ ખર્ચ-ખરીદી માટે ખાસ્સી ભીડ જોવા મળી હતી.