શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વરાજના ૭૫ વર્ષની ઉજવણી

851

શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વરાજના ૭૫ વર્ષની ઉજવણીના ઉપક્રમે ’ધ હ્યુમન હેપ્પીનેસ ના પ્રણેતા અને સિનિયર જર્નાલિસ્ટ જયેશભાઇ દવે દ્રારા તા. ૨૪ જુલાઈ શનિવાર ના રોજ “જિંદગી સુખદ છે, સરળ છે, સહજ સહ પ્રવાસ” વિષયે સેમિનાર યોજાયો. આ કાર્યક્રમ માં ક્રીડાગણ તથા બાલમંદિરનાં બાળકોના જાગૃત વાલીઓ તથા જિજ્ઞાસુ ઓની ઉપસ્થિતિ રહી હતી. શ્રી જયેશભાઇ દ્રારા માણસ જ્યાં સુધી પોતાની જરૂરિયાત માટે સંતોષ નથી ત્યાં સુધી તે દુઃખીજ રહેશે. કારણ કે પોતે સંતોષ નથી, આમ જીવન માં સંતોષ હોવો ખુબ જરૂરી છે. ઇન્દ્રિય શિક્ષણ અને પરિવાર, શિક્ષણ, સમાજ, વ્યવસ્થા વિશે મનનીય વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનાં અંત માં ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્રારા આભાર વિધી કરવામાં આવી હતી.. આ કાર્યક્રમ નું સંકલન શ્રી અંકિતાબેન ભટ્ટે કર્યું હતું.

Previous articleરાજ્ય સરકારની સંવેદનશીલતાને લીધે ’ધૈર્ય’ હવે ધીરે-ધીરે સાંભળતો અને બોલતો થશે- ધૈર્યના પિતાશ્રી શૈલેષભાઈ પંડ્યા
Next articleપરમાત્માએ સુંદર પ્રકૃતિ અર્પણ કરી છે તેનું અનાવશ્યક દોહન ન કરી : આચાર્ય દેવવ્રત