ભાવનગરના સીદસર ગામમાં રોડના અભાવે છેલ્લા પાંચ વર્ષથી રસ્તાનું કામ ખોરંભે ચડ્યું

817

માત્ર ત્રણ કિલોમીટર રોડ બનાવવામાં તંત્રને વર્ષો વીતી ગયારોડનું કામ માત્ર ૧૦૦ મીટર જેટલું બાકી છે પરંતુ તંત્રની બેદરકારીથી અંત આવતો નથી
એક તરફ ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને વિકાસ થાય છે તેવા દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ ભાવનગર મનપામાં ભેળેલાં સિદસર ગામની હાલત છેલ્લા ૫ વર્ષથી કફોડી બની છે. મનપામાં ભેળવા પહેલા સત્તાધીશોએ ગામમાં વિકાસ કરવાના મોટા-મોટા વાયદા આપ્યા હતા, પરંતું સરકારે હજુ ગામમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી નથી. માત્ર ત્રણ કિલોમીટર રોડ બનાવવામાં વર્ષો વીતી ગયાં છે.આ અંગે ગામ લોકો અનેકવાર રજૂઆત પણ કરી છે, હાલ આ રોડનું કામ માત્ર ૧૦૦ મીટર જેટલું બાકી રહ્યું છે, પરંતુ વિકાસ-વિકાસ કરતા સત્તાધીશોએ ઘણા વર્ષોથી રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા હતા તે હવે ચોમાસામાં શરૂ કર્યું છે. હાલ સીદસર ગામમાં વાહન લઈને નીકળવું પણ મહા મુસીબત બન્યું છે. ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન વરસાદના કારણે રોડ પર ડામર કેવી રીતે ટકી શકે, જે રોડ થોડા દિવસ પહેલાં જ પૂર્ણ કર્યો છે તેનો પણ ડામર નીકળી ગયો છે. ચોમાસા દરમિયાન કામ શરૂ થતાં દરરોજ અકસ્માત થાય છે.