ભાવનગર જિલ્લો કોરોના મુક્ત થવા તરફ, સતત ત્રીજા દિવસે એકપણ નવો કેસ નહીં

607

જિલ્લામાં હવે ફક્ત ૨ એક્ટિવ કેસ રહ્યા
ભાવનગર જિલ્લો કોરોના મુક્ત થવા તરફ છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. હવે ફક્ત ૨ એક્ટિવ કેસ રહ્યા છે ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૫ કેસ પૈકી હાલ ૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleભાવનગરમાં આજે કારગિલ વિજય દિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
Next articleઅભિનેતા સોનૂ સૂદ સાયકલ લઈને દૂધ વેચવા નીકળ્યો?