ઉમરાળાના શિક્ષકે વક્તુત્વ સ્પર્ધા યોજી જન્મદિવસ ઉજવ્યો

748

ઉમરાળા ગામે ભાષા શિક્ષક દિવ્યાંગભાઈ પરમારના ૫૧માં જન્મદિન અંતર્ગત કવિઝ કોન્ટેસ્ટ તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું શિક્ષક દ્વારા ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે કવિઝ કોન્ટેસ્ટ અને વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમા અંતર્ગત પ્રશ્નોતરી કરાઈ હતી સ્પર્ધામાં ગ્રુપ બી.ને ભગવાન પરશુરામ પર ૫૧ પોઇન્ટ અર્જિત કરતા વિજેતા જાહેર થયુ હતુ એજ ગ્રુપના લીડર કુરેશી માહિનૂરબેન ઇમરાનભાઈ વ્યક્તિગત ૨૨ પોઈન્ટ મેળવીને ગર્લ ઓફ ધ કોમ્પિટિશનનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. પ્રથમ,દ્વિતીય અને તૃતીય ટીમને આધ્યાત્મિક સાધના કેન્દ્રના વ્યવસ્થાપક ધર્મેન્દ્રભાઇ હેજમ દ્વારા સ્પર્ધામાં પ્રથમને ૨૫૧,દ્વિતિયને ૧૫૧ અને તુતીયને ૧૦૧ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તદુપરાંત ગર્લ ઓફ ધ કોમ્પિટિશનનું બિરુદ મેળવનાર છાત્રા માહિનૂર કુરેશીને ૧૦૧ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોત્સાહિત ઇનામ રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પરમાર રેન્સિબેન કિશોરભાઈ તથા મોરી દ્રષ્ટિબેન અશોકભાઈને ૫૧ રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા વકતૃત્વ સ્પર્ધામાં પરમાર સંધ્યાબેન ખોડીદાસભાઈ પ્રથમ ક્રમાંકિત જાહેર થયા હતા અન્ય સ્પર્ધકોમાં સોલંકી નમ્રતાબેન રસિકભાઈ દ્રિતીય તથા મોરી મિત અશોકભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે સ્થાનોમાં નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાયો
Next articleઓનલાઈન શિક્ષણમાં ચારસો વિડીયો લેકચર પૂર્ણ કરતાં ડૉ.મહેશ દાફડા