રણવીર-ધોની સાથે ફુટબોલ મેચ રમતા જોવા મળ્યા, એક્ટરે સો.મીડિયામાં તસવીર શૅર કરી

298

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૬
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મુંબઈના ફુટબોલ ક્લબ સ્ટેડિયમમાં ફુટબોલ રમતા જોવા મળ્યો હતો. બંને સેલિબ્રિટીઝ ઓલ સ્ટાર્સ ફુટબોલ ક્લબમાં સાથે છે. રમત દરમિયાન બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. આ ક્લબ ચેરિટી મેચ રમાડે છે. ચેરિટી મેચમાંથી જે પૈસા ભેગા થાય તેમાંથી જરૂરિયાતમંદની મદદ કરવામાં આવે છે. રણવીર પ્રેક્ટિસ પછી ધોનીને ગળે મળતો જોવા મળ્યો હતો. બંને એક જ ટીમમાં છે. સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન વિરોધી ટીમમાં છે.
મેચ દરમિયાન રણવીર તથા ધોનીની કેમિસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તસવીરમાં બંનેએ નિયોન ગ્રીન જર્સી પહેરી છે. રણવીરની પોનીટેલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. રણવીરે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, ’મોટાભાઈના ચરણોમાં હંમેશાં.’ ધોની ફુટબોલનો ઘણો જ મોટો ચાહક છે. ઇન્ડિયન સુપર લીગમાં ધોનીની પોતાની ટીમ છે અને તેનું નામ ચેન્નિયન ફુટબોલ ક્લબ છે. રણવીર ફિલ્મ ’૮૩’માં ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મ ૧૯૮૩માં ભારતે વર્લ્ડ કપ જીત્યો તેના પર છે. દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં છે. રણવીર ’જયેશભાઈ જોરદાર’, ’સર્કસ’ જેવી ફિલ્મમાં જોવા મળશે.

Previous articleબેન્કોનીNPA વર્ષમાં ૬૧,૧૮૦ કરોડ ઘટી ૮.૩૪ લાખ કરોડ થઇ
Next articleઅનુ મલિકની માતા કુશર જહાંનું થયું નિધન, અરમાને ભાવુક પોસ્ટ શેર કરી