આઈપીએલ ફેઝ-૨ઃ પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી રમાશે

275

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
બીસીસીઆઈએ આઈપીએલ-૨૦૨૧ના ફેઝ-૨નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આઈપીએલ-૨૦૨૧માં બાકી રહેલી ૩૧ મેચનું આયોજન ૧૯ સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમિરાત્સ (યુએઈ)માં કરાશે. આ ટૂર્નામેન્ટના બીજા ફેઝની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)અને ચેન્નઈ સુપર કિંગ્સ(સીએસકે) વચ્ચે રમાશે. કોરોના મહામારીના કારણે ફેઝ-૧ સ્થગિત થતા બાકીની ૩૧ મેચ પૈકી ૧૩ મેચ દુબઈ, ૧૦ શારજાહ અને ૮ અબુ ધાબીમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ ૭ ડબલ હેડર (એક દિવસમાં ૨) મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક દિવસની અંદર જ પહેલી મેચ બપોરે ૩ઃ૩૦ વાગ્યે તો બીજી મેચ સાંજે ૭ઃ૩૦ વાગ્યે શરૂ થશે. લીગ સ્ટેજની છેલ્લી મેચની વાત કરીએ તો એ ૮ ઓક્ટોબરના દિવસ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આઈપીએલ ૨૦૨૧ની શરૂઆત ૯ એપ્રિલથી ઈન્ડિયામાં થઈ હતી. જેની મિડ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, કેકેઆરના સંદીપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી, સીએસકેના બોલિંગ કોચ લક્ષ્મિપતિ બાલાજી અને બેટિંગ કોચ માઇક હસી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે ૪ મેના દિવસે ૨૯ મેચ પછી આઈપીએલને સ્થગિત કરવાની ફરજ પડી હતી. આઈપીએલની બાકીની મેચમાં વિદેશી ખેલાડીઓના રમવા પર સસ્પેન્સ યથાવત છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગિલ્સ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેના ખેલાડીઓ ૈંઁન્ના બીજા ફેઝ માટે યુએઈ જઈ શકશે નહીં. આ દરમિયાન ઇંગ્લેન્ડે ઘણા દેશો સાથે શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ઇંગ્લિશ કેપ્ટન મોર્ગન, જોસ બટલર સહિતના ઘણા ઇંગ્લિશ પ્લેયર્સ રમી શકશે નહીં. તે જ સમયે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામે હોમ સિરીઝ પણ રમશે. જ્યારે ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે રમવાનું છે. બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્‌સ સામે પણ હોમ સિરીઝ રમવાની છે અને ઓછામાં પુરુ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ નેશનલ ટીમ સાથે જોડાયેલા રહેશે. હવે આવી પરિસ્થિતિમાં વિદેશી ખેલાડીઓ આઈપીએલના ફેઝ-૨માં ભાગ લેશે કે નહીં એ અંગે સસ્પેન્સ યથાવત છે.

Previous articleટોક્યો ઓલિમ્પિક્સમાં શરથ કમલે ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં કર્યો પ્રવેશ
Next articleઅંબાજીમાં પીએમઓની ઓળખાણ આપી ગર્ભગૃહમાં દર્શન કરી છ લોકો રફ્ફૂ