કોરોના સંકટમાં ૧૬,૫૨૭ કંપનીઓને લાગ્યા ખંભાતી તાળા

748

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૬
માર્ચ ૨૦૨૧ના અંતે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન દેશમાં ૧૨,૯૦૦ કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે. તો આ સમયગાળા દરમિયાન ૮૭ કંપનીઓ અન્ય કંપનીઓમાં મર્જ થઇ હતી. આમ એપ્રિલ ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી ૧૬,૫૨૭ કંપનીઓને ઓફિશિયલ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીયે તો કોર્પોરેટ મંત્રાલય દ્વારા આવી કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યુ છે. એપ્રિલ ૨૦૨૦થી જૂન ૨૦૨૧ના સમયગાળામાં ૧૬૫૨૭ કંપનીઓ સત્તાવાર રેકોર્ડમાં બંધ થઇ ગઇ છે. ભારત સરકારના આંકડાઓમાં આ માહિતી બહાર આવી છે. કોર્પોરેટ અફેર્સ રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે સોમવારે લોકસભામાં આ માહિતી આપી છે. કંપનીઝ એક્ટ ૨૦૧૩ના સેક્શન ૨૪૮ની રીતે કોઇ કંપની કેટલીક શરતો પૂરી કર્યા બાદ જ ઓફિશિયલ રેકોર્ડમાંથી હટાવી શકાય છે. આ શરતોમાં ઘણી મોટી વાતો છે. જો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એવુ માને કે કંપની કોઇ પણ બિઝનેસ ૨ વર્ષથી કરી નહી નથી અને આ સમયગાળામાં તેણે ડોરમેટ કંપની સ્ટેટ્‌સ માટે અરજી કરી નથી તો કાયદેસરની પ્રક્રિયા બાદ કંપનીને બંધ કરી શકાય છે. કોર્પોરેટ બાબતોના મંત્રીએ જણાવ્યુ કે, આ કાયદા હેઠળ શટડાઉન કે ક્લોઝ્‌ડ યુનિટ અથવા કોર્પોરેટ યુનિટની વ્યાખ્યા નક્કી કરાઇ નથી. કોર્પોરેટ મંત્રાલયના આંકડાઓ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ૪,૦૦,૩૭૫ કંપનીઓ નફો કરી રહી હતી જ્યારે ૪,૦૨,૪૩૧ કંપનીઓ નુકસાનમાં ચાલી રહી હતી.

Previous articleએલઓસી પરના તણાવ મુદ્દે ભારત-ચીન વચ્ચે ૩૧ જુલાઇએ બેઠક યોજાશે
Next articleઆર્થિક-કટોકટીથી બચવા સરકાર નવી કરન્સી-નોટ નહીં છાપે