કેઆરકે પર મોડલ તાશા હયાતે રેપનો આરોપ લગાવ્યો

657

ફિટનેસ મોડલ તાશા ગત ઘણાં વર્ષોથી ફિટનેસ અંગે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ શેર કરતી રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૭
બોલિવૂડનાં પ્રખ્યાત ફિલ્મ ક્રિટિક કેઆરકે ઉર્ફે કમાલ રશિદ ખાન ફરી એક વખત ચર્ચામાં છે. પણ આ વખતે તે એક મોટી મુસિબતમાં ફંસાતો નજર આવે છે. કારણ છે કે, તેનાં ઉપર રેપનો આરોપ લાગ્યો છે. બોલિવૂડ ક્રિટિક કેઆરકે વિરુદ્ધ એક ફિટનેસ મોડલએ રેપનો આરોપ લગાવ્યો છે. કેઆરકે પર આ ગંભીર આરોપ લગાવનારી પીડિતાનું નામ તાશા હયાત છે. આપને જણાવી દઇએ કે તાશા એક પ્રખ્યાત ફિટનેસ મોડલ છે. આ મોડલે ૨૬ જૂન ૨૦૨૧નાં મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાી છે. જોકે, અત્યાર સુધી આ મામલે તેને જાહેરમાં કોઇ નિવેદન આપ્યું નથી. એટલું જ નહીં આ મુદ્દે ન તો કેઆરકે તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે, આ રેપ કેસ આગળ શું વળાંક લે છે. ફિટનેસ મોડલ તાશા ગત ઘણાં વર્ષોથી ફિટનેસ અંગે સોશિયલ મીડિયા પર ખુબ બધી પોસ્ટ શેર કરતી રહે છે. અને કેઆરકે આ દિવસોમાં દુબઇમાં પરિવારની સાથે છે. હાલમાં તે સલમાન ખાનની ફિલ્મ ’રાધે’નાં નેગેટિવ રિવ્યૂી અંગે ચર્ચામાં આવ્યો હતો. કારણ કે ખોટા રિવ્યૂ દર્શકો સુધી પહોંચાડવા માટે સલમાન ખાને કેઆરકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલમાન ખાન ઉપરાંત કેઆરકેએ વિદ્યા બાલન અને મીકા સિંહ જેવાં સ્ટાર્સ સાથે પણ પંગો લીધો છે. હાલમાં જ કેઆરકેએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અંગે કહ્યું હતું કે, તેમનાં ડિવોર્સ થશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનાં હોટ કપલમાંથી એક છે. બંનેનાં લગ્ન અંગે ગત કેટલાંક સમયથી અટકળો ચાલી રહી છે. પણ હાલમાં જ કેઆરકેએ ટિ્‌વટ કરી દાવો કર્યો છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્યારે લગ્ન કરવાનાં છે. જેને કારણે તે ટ્રોલર્સનાં નિશાને આવી ગયો હતો.