કોમેડિયન સુનીલ પાલે ’ધ ફેમિલી મેન’ અને ’મિર્ઝાપુર’ની આલોચના કરી

140

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૭
કોમેડિયન સુનીલ પાલ અવાર નવાર તેનાં વિવાદિત નિવેદનો અંગે ચર્ચામાં રહે છે. આ વખતે પણ એવું જ કંઇક થયું છે. આ વખતે તેણે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી અને એમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ ’ધ ફેમિલી મેન’ પર નિશાન સાધ્યો છે. આ ઉપરાંત તેને ’મિર્ઝાપુર’ ફિલ્મની આલોચના કરી છે. સુનીલ પાલએ કહ્યું, ’જે કંઇ થયું, એ થવાનું જ હતું, અને તે જરૂરી પણ હતું, હું આમ એટલે કહું છુ કારણ કે મોટા લોકો ગમે તે હોય વેબ સીરીઝ હોય કે અન્ય જગ્યા સેન્સરશિપ ન હોવાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. જે વેબ સીરીઝ બની રહી છે, તે ઘરે સૌની સાથે બેસીને જોવા જેવી નથી હોતી. એટલું જ નહીં તેણે મનોજ બાજપેયીને ’ગિરા હુઆ ઇન્સાન’ ગણાવ્યો હતો. ’ હાલમાં જ સુનીલ પાલથી રાજ કુન્દ્રાનાં પોર્નોગ્રાફિક કેસ અને પોર્ન કન્ટેન્સટ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જાબમાં તેણે કહ્યું, ડિજિટલ પ્લેટફર્મો્‌સ પર સેન્સરશિપ ન હોવાને કારણે લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે અને એવી સીીરઝ બનાવી રહ્યાં છે જે આપ પરિવારની સાથે બેસીને ન જોઇ શકો. સુનીલે કહ્યું, ’હું ખાસ કરીને એવાં લોકોનું નામ લેવાં ઇચ્છીશ, જેમને હું ખુબ જ નફરત કરુ છુ એવાં ત્રણ-ચાર લોકોને, જેમ કે મનોજ બાજપેયી’
તેણે કહ્યું, ’મનોજ બાજપેયી કેટલો પણ મોટો એક્ટર હોય, હું તેનાંથી વધુ ’બદતમીજ’ અને ’ગિરા હુઆ ઇન્સાન’ ક્યારેય નથી જોયો, દેશે તમને પદ્મશ્રીથી નવાઝ્યાં છે. આપ ફેમિલી ઓડિયન્સ માટે શું કરી રહ્યાં છે? આપ એક વેબ સીરીઝ બનાવો છે જ્યાં પત્નીનો કોઇ બીજા પુરૂષ સાથે અફેર ચાલે છે અને આપનું ક્યાંય બીજે. સગીર દીકરી તેનાં બોયફ્રેન્ડની વાત કરી રહી છે. અને નાનો દીકરો તેનાંથી મોટી ઉંમરનો વ્યવહાર કરે છે. શું આ પરિવાર જેવું દેખાય છે.’ ’ધ ફેમિલી મેન’ અને મનોજ બાજપેયી અંગે નિવેદન આપ્યા બાદ તેને અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને શ્વેતા ત્રિપાઠી મિર્ઝાપુરનાં સ્ટાર્સની ભારે આલોચના કરી હતી. તેણે કહ્યું, ’શો મિર્ઝાપર કેટલાંક બીમાર લોકો દ્વારા બનાવવામાં આવ્યો છે. હું તેમને ખુબજ નફરત કરુ છું. આ બધા પર પ્રતિબંધ હોવો જોઇએ કારણ કે આ પણ પોર્ન છે. પોર્ન, ફક્ત જે આપણે જોઇએ છીએ તે નથી પણ જે વિચારોની પમ અશ્લીલતા પોર્નમાં આવે છે.