ટોક્યો ઓલિમ્પિક્સમાં કુવૈતના ૫૮ વર્ષિય રશીદીએ નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીત્યુ

226

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૭
ટોક્યોમાં રમાઇ રહેલી ૩૨મી ઓલિમ્પિક્સ ગેમમાં ઉંમર માત્ર આંકડો બનીને રહી ગઇ છે. કાલે ટોક્યો ઓલિમ્પિક્સમાં ૧૩ વર્ષની મોમોજિ નિશિયાએ મેડલ જીત્યુ હતુ. વળી, આજે કુવૈતના ૫૮ વર્ષના નિશાનેબાજ અબ્દુલ્લા અલ રશીદીએ નિશાનેબાજીમાં કાંસ્ય પદક પર પોતાનો કબજો જમાવ્યો છે. કુવૈતના સાત વારના આ ઓલિમ્પિયને પુરુષોની સ્કીટ નિશાનેબાજીની સ્પર્ધામાં કાંસ્ય પદક પોતાના નામે કર્યુ. મેડલ જીત્યા બાદ રશીદીએ વધુ દિલચસ્પ નિવેદન આપ્યુ, તેમને કહ્યું- તે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લેશે અને તે સમયે તેનુ નિશાન ગૉલ્ડ પર હશે. રશીદીના ૨૦૨૪ ઓલિમ્પિકમાં ૬૧ વર્ષ થઇ જશે. કાંસ્ય પદક જીત્યા બાદ રશીદીએ કહ્યું, હું ૫૮ વર્ષનો છું. સૌથી વૃદ્ધ નિશાનેબાજ છુ આવામાં આ કાંસ્ય પદક પણ મારા માટે ગૉલ્ડ મેડલથી કમ નથી. હુ આ મેડલથી ખુશ છુ પરણ આગળના ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતીશ. બદકિસ્મત છું કે આ વખતે ગૉલ્ડ મેડલ નથી જીતી શક્યો પરંતુ હું કાંસ્ય પદકથી ખુશ છુ. ઇંશાઅલ્લાહ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં હુ ગૉલ્ડ મેડલ જીતીશ. હું તે સમયે ૬૧ વર્ષનો થઇ જઇશ અને સ્કીટની સાથે સાથે ટ્રેપમાં પણ મુકાબલો કરીશ. કુવૈતના અલ રશીદીએ ઓલિમ્પિકમાં પહેલીવાર ૧૯૯૬માં ભાગ લીધો હતો. તેમને રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં પણ નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીત્યો હતો, પરંતુ તે સ્વતંત્ર ખેલાડી તરીકે ઉતર્યા હતા. ખરેખરમાં તે સમયે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કુવૈત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કુવૈત માટે મેડલ જીતવા પર તેમને કહ્યું રિયો ઓલિમ્પિકમાં પણ તે મેડલ જીતીને ખુશ થયો હતો. પરંતુ કુવૈતનો ધ્વજ ના હોવાથી થોડી નિરાશા થઇ હતી, તમે તે સમયના સમારોહને જોઇ લો મારુ માથુ નીચુ પડી ગયુ હતુ. વળી, હુ આજે બહુજ ખુશ છું કેમકે આ ઓલિમ્પિકમાં મે કુવૈતના ધ્વજ હેઠળ આ મેડલ જીત્યુ છે.