રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રમત મંત્રી અનુરાગ ઠાકુરે મીરાબાઈ ચાનુનું કર્યું સન્માન

149

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લઇને મીરાબાઇ ચાનૂ ભારત આવી ગયા છે. દેશ પર ફરતા તેમના સન્માનનો સિલસિલો યથાવત છે. એવામાં ભારતીય રેલવે પણ પોતાના કર્મચારીના વખાણ કરવામાં પાછળ રહ્યુ નથી. ભારતના નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટોક્યો ઓલિમ્પિકના વેટલિફટિંગ ઇવેન્ટમાં સિલ્વર જીતવા માટે સન્માનિત કર્યા મીરાબાઇ ચાનૂ ને કે જેમણે ૪૯ કિલોગ્રામની મહિલાઓની વેટલિફટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એ કમાલ ૨૦૨ કિલો વજન ઉચકીને કર્યો. મીરાબાઇ ચાનૂના આ કમાલની ભારતીય રેલવેએ સરાહના કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીરાબાઇ ચાનૂને દેશનુ ગર્વ અને ભારતીય રેલવેનુ સન્માન જણાવ્યુ. તેમણે ટ્‌વીટ કરીને રેલવે તરફથી તેમને ૨ કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની જાહેરાત કરી. રેલવે મંત્રીએ કહ્યુ કે તેમણે પોતાની ટેલેન્ટ અને હાર્ડ વર્કથી કરોડો ભારતીયોને પ્રેરિત કર્યા છે. ભારતીય રેલવે મંત્રી પહેલા રમત-ગમત મંત્રી તરફથી પણ મીરાબાઇ ચાનૂને સમ્માનિત કરવામાં આવ્યા. તેમના સમ્માનમાં રમત-ગમત મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, રમત-ગમત રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિક સાથે પૂર્વ રમત-ગમત મંત્રી કિરન રિજિજૂ,સર્બાનંદ સોનવાલ અને જી કૃષ્ણ રેડ્ડી જેવા બીજા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા. ટોક્યોમાં સફળતા મેળવવા માટે મીરાબાઇ ચાનૂએ રમત-ગમત મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદી અને રમત-ગમત મંત્રીને આભાર કહેવા ઇચ્છુ છુ. તેમણે મને ખૂબ થોડા સમયમાં પ્રેક્ટિસ માટે અમેરિકા મોકલી હતી. તમામતૈયારીઓને એક દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. તેમના કારણે જ મને સારી ટ્રેનિંગ મળી અને હું મેડલ જીતવામાં સફળ રહી. આ પહેલા મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પણ જાહેરાત કરી હતી, ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂને રાજ્ય પોલિસ વિભાગમાં એડિશનલ પોલીસ અધિક્ષના રુપમાં નિયુક્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકાર તેમને ૧ કરોડનુ ઇનામ પણ આપશે.