કચ્છમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાનોને બીએસએફ પેટ્રોલિંગ પાર્ટીએ બચાવ્યા

128

(જી.એન.એસ.)કચ્છ,તા.૨૭
કચ્છની સંવેદનશીલ સરહદે પેટ્રોલિંગ કરવું પડકારભર્યું બની રહેતું હોય છે. ત્યારે કોટેશ્વરની સામેની વિશાળ કોરી ક્રીકમાં પેટ્રોલિંગ કરી રહેલી આર્મીની એક બોટ ઉથલી જતા કટોકટી સર્જાઈ હતી. બોટમાં સવાર લશ્કરના ૬ જવાનોને બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ ડૂબવાથી બચાવી લીધો હતો. આર્મીના જવાનો કોરી ક્રીકમાં સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન દરિયો રફ થતાં અને પાણીમાં અચાનક વધારો થતાં સ્પીડ બોટ વજનમાં હલકી હોતા ઉંધી વળી ગઈ હતી અને તેમાં સવાર આર્મીના ૬ જવાનો પાણીમાં પડ્યા હતાં. આ દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના પેટ્રોલિંગ કરતા જવાનોએ આ દ્રશ્ય જોતા તેમને સ્પીડ બોટથી જઈને બચાવ્યા હતા. અને બોટથી કિનારે લાવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતાં.

Previous articleગૃહિણીઓને ફટકોઃ ફરી એકવાર કપાસિયા-સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો
Next articleરાજ્યમાં અત્યાર સુધી ૩૩ ટકા વરસાદ વરસ્યોઃ વલસાડમાં સૌથી વધુ ૩૩.૭૦ ટકા