રાધિકાએ ફોટો શેર કરી પોતાની જાતને દેડકો ગણાવી

179

અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે, તેનેે દરેક ફિલ્મમાં લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૮
બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીને દરેક ફિલ્મને લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે. ખાસ કરીને ટ્રોલર્સ તેના પર નિશાન સાધી રહ્યા છે. આ ફોટામાં તે એક દેડકાની બાજુમાં બેઠી છે અને બિલકુલ દેડકા જેવો જ પોઝ આપી રહી છે. પરંતુ આ તસવીરમાં તેના કપડાં જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. રાધિકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે એક પિંક અને વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે દરેક જાનવર છે, હું દેડકા જેવી દેખાઉ છું અને તમે? આ તસવીર પર લોકો ખુબ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે તો તેના પેન્ટ પર જ સવાલ પૂછી નાખ્યો. અત્રે જણાવવાનું કે રાધિકા મોટા ભાગે પોતાના દિલની વાત ખુલીને બોલતી જોવા મળે છે. થોડા સમય પહેલા તેની એક ન્યૂડ ક્લિપ લીક થઈ હતી. ક્લિપ વાયરલ થઈ ગઈ. જેથી કરીને રાધિકાની મુશ્કેલીઓ વધી ગઈ. રાધિકાએ તે અંગે પણ ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેણે કેવી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. રાધિકા આપ્ટેએ કહ્યું હતું કે હું ચાર દિવસ સુધી ઘરની બહાર પગ મૂકી શકી નહતી. આ બધુ મીડિયામાં મારા વિશે થઈ રહેલી વાતોના કારણે નહતું થઈ રહ્યું પરંતુ તે અલગ હતું. મારો ડ્રાઈવર, મારો વોચમેન, મારા સ્ટાઈલિસ્ટના ડ્રાઈવર મને તે તસવીરોથી ઓળખી રહ્યા હતા.