નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યઓ અને શાળાઓને સન્માનિત કરાયા

238

ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું
મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યઓ, સી.આર.સી અને શાળાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ગુરુ વંદના અને ગુરુ પદ નો સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુરુવંદના અને ગુરુપદ શીર્ષક અંતર્ગત કરવામાં આવ્યો હતો, ગુરુઓ દ્વારા પોતાના શિષ્યોને જીવનના પાઠ ભણાવે છે, જે જીવનમાં ગુરુઓનું ખુબજ મહત્વ હોય છે. ભાવનગર મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ થી ચાલતી પ્રાથમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો આચાર્ય, સી.આર.સી અને શાળાઓને સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, ભાજપના શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, શિક્ષણ સમિતિના સભ્ય કલ્પેશભાઈ મણિયાર, તથા નગર પ્રાથમીક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.