અમેરિકાના અલાસ્કામાં ૮.૨ની તિવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

273

(જી.એન.એસ.)અલાસ્કા,તા.૨૯
અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવાર રાત્રે ભયાનક ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. આ ભૂકંપની તીવ્રતા રેકટર સ્કેલ પર ૮.૨ મપાઇ છે. આ ઝટકો એટલો તેજ હતો કે ત્યારબાદ સુનામીની ચેતવણી રજૂ કરી દેવાઇ છે. ઝાટકાના લીધે ભયાનક તબાહીની આશંકા વ્યકત કરાઇ છે. અમેરિકન જિયોલોજિકલ સર્વેએ રાત્રે ૧૧ઃ૧૫ વાગ્યે ધરતીથી ૨૯ માઇલ નીચે ભૂકંપ મહેસૂસ કર્યો. તેની અસર કેન્દ્રથી કયાંય દૂર સુધી થઇ છે. યુએસજીએસના મતે બાદમાં કમ સે કમ બે બીજા મોટા ઝાટકા આવ્યા છે. તેની તીવ્રતા ૬.૨ અને ૫.૬ કહેવાય છે. છેલ્લાં સાત દિવસમાં આ વિસ્તારના ૧૦૦ માઇલની અંદર ૩ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો નથી. આ ઝાટકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને અલિયુન્ટીએન ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટસના મતે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી ખાસ નીચે ના હોવાના લીધે એટલું નુકસાન ના હોય જેટલું તેના લીધે ઉઠનાર સુનામીની લહેરથી થાય. તો દેશના પશ્ચિમી તટ પર થનાર નુકસાનની આકરણી કરાય રહી છે.

Previous articleમાતા-પિતા આત્મમંથન કરે તેમના બાળકો મોડી રાત સુધી બીચ પર શું કરતા હતાઃ ગોવા મુખ્યમંત્રી
Next articleઓનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવામાં આવેઃ હાઇકોર્ટ