દીપિકા કુમારીનો ટોક્યો ઓલિમ્પિક સફર સમાપ્ત, ક્વાર્ટર ફાઇનલમાં હારી

465

(જી.એન.એસ)ટોક્યો,તા.૩૦
ટોકિયો ઓલ્મિપિકમાં આજે ભારતને બોક્સિંગમાં અને તીંરદાજીમાં મેડલની આશા હતી. જો કે દીપિકાનો ટોકિયોમાં ઓલ્મિપિક સફર સમાપ્ત થઇ ગયો છે. તે ક્વાર્ટર ફાઇનલમાં ૦-૬થી હારી ગઇ. ટોકિયો ઓલ્મિપિકનો આજે ૮મો દિવસ છે. દીપિકા કુમારી કોરિયાની સાન અન સામે ક્વાર્ટર ફાઇનલમાં ઉતરી હતી. દિપિકાએ ત્રીજા સેટમાં ૭,૮,૯,નો સ્કોર કર્યો. તો આન સનનું નિશાન ૮,૯,૯, પર લાગ્યું. વર્લ્ડ નંબર વન દીપિકા આ મેચમાં શરૂઆતથી ફોર્મ ન હતી દેખાતી. તે આખા મેચમાં માત્ર ૨ વખત ૧૦નો સ્કોર બનાવી શકી. આન સનની વાત કરીઓ તો તેમને ત્રણ વખત ત્રણ પર નિશાન લગાવ્યું. દિપીકા કુમારી ત્રીજા સેટમાં હારી ગઇ છે. ભારતને તેનાથી મેડલની આશા હતી. પરંતુ તે ક્વાર્ટર ફાઇનલમાં ૦-૬થી હારી ગઇ અને મેડલની રેસમાંથી દૂર થઇ ગઇ છે. દીપિકા ૦-૪થી પાછળ રહી ગઇ હતી. બીજો સેટ પણ કોરિયાની સાન અને જિત્યો. આન સને આ સેટ પર ૯,૧૦, ૭નો સ્કોર બનાવી લીધો હતો. તો બીજી તરફ દીપિકાનું નિશાન ૧૦,૭,૭ પર લાગેલું હતું. દીપિકા કુમારી પહેલો સેટ હારી ગઇ હતી. કોરિયાની સાન અને પહેલા સેટમાં ૧૦,૧૦,નો સ્કોર કર્યો. દીપિકાનો સ્કોર ૭,૧૦,૧૦ રહ્યો. પહેલો સેટ જિત્યા બાદ સાન અન ૨-૦થી દીપિકા કુમારીથી આગળ થઇ ગઇ.

Previous articleકેપ્ટન કૂલ ધોની ન્યુ લૂકમાં જોવા મળ્યો, આલિમ હકીમે તસવીરો શેર કરી
Next articleટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી ચહલ અને ગૌતમ થયા કોરોના પોઝિટિવ