ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી ચહલ અને ગૌતમ થયા કોરોના પોઝિટિવ

266

(જી.એન.એસ)કોલંબો,તા.૩૦
શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જે આઠ ખેલાડીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમાં ચહલ અને ગૌતમ પણ હતા. અન્ય બીજા ખેલાડીઓમાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક ચહર, મનીષ પાંડે અને ઈશાન કિશન હતા. આ ૮ ખેલાડી શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી૨૦ મેચમાં રમ્યા ન હતા. યુઝવેન્દ્ર ચહલે વનડે સિરીઝમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. ચહલે સિરીઝની પહેલી ૨ વનડે મેચ રમી હતી, જેમાં તેણે કુલ ૫ વિકેટ લીધી હતી. (૧જં વનડે- ૨ વિકેટ, ૨હઙ્ઘ વનડે- ૩ વિકેટ) વળી, યુઝવેન્દ્ર ચહલે પહેલી ટી૨૦ મેચમાં ૧૯ રન આપી ૧ વિકેટ લીધી હતી. શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ઈન્ડિયન ટીમમાં કુલ ૫ ખેલાડીએ ડેબ્યુ કર્યું હતું. એમાંનો એક ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ પણ હતો. તેણે અંતિમ વનડેમાં ૪૯ રન આપી ૧ વિકેટ લીધી હતી. શ્રીલંકાએ છેલ્લીT-૨૦માં ભારતને ૭ વિકેટથી હરાવ્યું. આની સાથે શ્રીલંકાએ ૩ મેચનીT-૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. શ્રીલંકાની ટીમની આ ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ દ્વિપક્ષીયT-૨૦ સિરીઝ જીત છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૮૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાએ ૧૪.૩ ઓવરમાં ૩ વિકેટે ૮૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકન બોલર વનિન્દુ હસારંગાએ પોતાના જન્મ દિવસે ૯ રન આપી ૪ વિકેટ લીધી હતી, જ્યારે ઈન્ડિયન બોલર રાહુલ ચહરે પણ ૧૫ રન આપી ૩ વિકેટ લીધી હતી. ત્રીજી ટી૨૦માં ઈન્ડિયન ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૮૧ રન કરી શકી હતી. આ ઈન્ડિયાનો શ્રીલંકા સામે સૌથી ઓછો સ્કોર પણ છે. આ પહેલાંના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો ૨૦૧૬માં પુણેમાં ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બનાવ્યા હતો. ત્યારે ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૦૧ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.