પેગાસસ જાસુસી મામલે ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી કરશે

341

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહ સુનાવણી કરશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી. રમણાની બેન્ચ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહે કેસને સાંભળશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે જસ્ટિસ રમણા સામે આ મુદ્દાને ઉઠાવ્યો, તેમને વરિષ્ઠ પત્રકાર એન રામ દ્વારા દાખલ અરજીનો ઉલ્લેખ કર્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ આગામી સપ્તાહે આ બાબતે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, આંતરાષ્ટ્રીય મીડિયા દ્વારા આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો. ઇઝરાઇલ સોફ્ટવેર પેગાગસની મદદથી ભારત સહિત દુનિયાના અનેક દેશોના પત્રકારો, નેતાઓ અને અન્ય હસ્તિઓને નિશાનો બનાવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ફોન હૈકિંગની વાત સામે આવી હતી. ભારતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અન્ય અનેક નેતાઓ, જે કેન્દ્રીય મંત્રીઓ પત્રકારોને આ સોફ્ટવેરના દમ પર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કારણે જ ભારતમાં સતત આ મુદ્દાને લઈને હંગામો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં અપીલ કરવામાં આવી છે કે પેગાસસ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. આ તપાસની આગેવાની સુપ્રીમ કોર્ટના કોઈ હાલના કે રિટાયર્ડ જજ કરે. આરોપ છે કે, સરકારી એજન્સીઓએ પેગાસસ સ્પાઈવેરની મદદથી પત્રકારો, જજો અને અન્ય લોકોની જાસૂસી કરી.

Previous articleફિલિપાઇન્સે અમેરિકન સૈનિકોની સાથે વ્યાપક સૈન્ય અભ્યાસની સમજૂતીને ફરીથી સ્થાપિત કરી
Next articleવડાપ્રધાન મોદીએ ૧૫ ઓગસ્ટના ભાષણ અંગે નાગરિકો પાસેથી વિચારો મંગાવ્યા