દિવ્યાંગજનોને તાલિમ માટે વિનામુલ્યે લેપટોપ વિતરણ

471

પી.એન.આર. સોસાયટી, ભાવનગરના એ.ટી. એન્ડ ટી. ટેકનોલોજી પાર્ક એન્ડ ઈન્સ્ટિટયુટ ફોર ધ ડિસેબલ્ડ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ૨૦ દિવ્યાંગજનોને વર્તમાન કોરોના મહામારીના સમયમાં, ઓનલાઈન ગામડામાં ઘરે બેઠા કોમ્યુટર ટ્રેનિંગ માટે તા. ૨૯-૭ ના રોજ અઘતન લેપટોપ, સ્કેનર, પ્રિપેઈડ ડોગલ, વિગેરનું વિતરણ સંસ્થાના માનદ્દમંત્રી કિરીટભાઈ રાઠોડ તથા ટ્રેઝરર એચ.પી. રાખશિયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રોજેકટ માટે અમેરિકા સ્થિત પ્રફુલભાઈ શાહ અને તેમના મિત્રોનો આર્થિક સહયોગ મળેલ છે. આ પ્રસંગે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઓનલાઈન તાલીમની પધ્ધતિ અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ કો – ઓર્ડિનેટર મેહુલ બુધેલિયા, સુકેતુભાઈ શાહ તથા ફેકલ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

Previous articleરાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનહરભાઈ પંચાળાની વરણી કરાઈ
Next articleદરેક કામમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવી જોઈએ : મોદી