રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનહરભાઈ પંચાળાની વરણી કરાઈ

186

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મનહરભાઈ પંચાળાની વરણી કરવામાં આવી.રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ની વરણી ને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં રાણપુર તાલુકા કોળી સમાજના પ્રમુખ અને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ વિભાભાઈ પંચાળાની સર્વાનુમતે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.આ બેઠકમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી હરપાલસિંહ ચુડાસમા, રાણપુર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગોસુભા પરમાર,રાણપુર તાલુકા કોંગ્રેસ પુર્વ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા, મકસુદભાઈ શાહ,બાપાલાલ પરમાર, આલમખાન પરમાર(બોસ), રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય મેરૂભા પરમાર પરવેઝ કોઠારીયા, આશિફખાન પરમાર સહીત રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleરાણપુર મુસ્લિમ ઘાંચી સમાજના યુવા આગેવાન મકબુલભાઈ ખલાણીનો આજે ૨૫ મો જન્મદિવસ
Next articleદિવ્યાંગજનોને તાલિમ માટે વિનામુલ્યે લેપટોપ વિતરણ