શ્રીલંકાન ખેલાડી ઇસરુ ઉદાનાએ અચાનક સંન્યાસની જાહેરાત કરીને ચોંકાવી દીધા

203

(જી.એન.એસ)કોલંબો,તા.૩૧
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ્‌-૨૦ મેચમાં ભારતને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝ ૨-૧થી જીતી હતી. ટીમ ઇન્ડિયાની આ છેલ્લી નવ દ્વિપક્ષીય ્‌-૨૦ સીરીઝમાં પહેલી હાર હતી. અગાઉ આઠ સીરીઝમાંથી ભારતે સાત સીરીઝ જીતી હતી અને એક સીરીઝ ડ્રો રહી હતી. શ્રીલંકાની આ ઐતિહાસિક ટી-૨૦ સીરિઝમાં ટીમમાં સામેલ રહેલા ઈસરુ ઉદાનાએ અચાનક સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. શ્રીંલકાના ૩૩ વર્ષીય ક્રિકેટર શનિવારે આ વાતની જાહેરાત કરી હતી. તેણે પોતાના સંદેશમાં લખ્યું, નવી પેઢીને હવે રસ્તો કરી આપવાનો સમય આવી ગયો છે. મારા તમામ ચાહકોને તેમના સમર્થન બદલ આભાર. મને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરવા પર ગર્વ છે આગળ પણ હું તમામ સાથી ખેલાડીઓની મદદ કરતો રહીશ. ઉદાનાએ શ્રીલંકા તરફથી ૨૧ વન ડે અને ૩૫ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય રમી હતી. જેમાં અનુક્રમ ૧૮ અને ૨૭ વિકેટ લીધી હતી. ઉપરાંત ૨૭૩ અને ૨૫૬ રન પણ બનાવ્યા હતા. ભારત સામે રમાયેલી ટી-૨૦ શ્રેણીની બે મેચમાં તે રમ્યો હતો પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

Previous articleહાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની જોડીએ મુંબઈમાં ખરીદ્યો ૩૦ કરોડનો ફ્લેટ
Next articleઅંજુમ મોદગિલ-તેજસ્વિની સાવંત રાઈફલ થ્રીના ફાઈનલમાંથી થઈ બહાર