(જી.એન.એસ)ટોક્યો,તા.૩૧
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં નિરાશા હાથ લાગી છે. ભારતીય શૂટર અંજુમ મોદગિલ અને તેજસ્વિની સાવંત મહિલાઓની ૫૦ મીટર રાઈફલ થ્રીના ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલીફાઇંગ રાઉન્ડમાં અંજુમ ૧૫માં અને તેજસ્વિની ૩૩માં સ્થાન પર રહી. ઓલિમ્પિક પહેલા શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય શૂટર ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત છે. સૌરભ ચૌધરીને છોડીને કોઈપણ ખેલાડી ફાઈન્લસ માટે ક્વોલીફાઈ નથી કરી શક્યા. અસાકા શૂટિંગ પરિસરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની  બ્રોન્ઝ મેડલ વિજેતા અંજુમે ૫૪ ઇનર ૧૦ (૧૦ પોઈન્ટના ૫૪ નિશાન)ની સાથે ૧૧૬૭ પોઈન્ય બનાવ્યા જ્યારે અનુભવી તેજસ્વિએ સ્ટેન્ડિંગ, નીલિંગ અને પ્રોન પોઝીનની ત્રણેય સીરીઝમાં ૧૧૫૪ પોઈન્ટ જ બનાવી શકી. અંજુ શરૂઆતના ૪૦ નિશાન બાદ ટોચની આઠમાં હતી અને તેની ફાઈનલમાં પહોંચવાની સંભાવના હતી. જોકે બાદમાં તે પાછળ રહી ગઈ. નીલિંગ અને પ્રોનમાં તેનું પ્રદર્શન સારું હતું પરંતુ સ્ટેન્ડિંગમાં તે માત્ર ૩૮૨ પોઈન્ટ જ મેળવી શકી. તેજસ્વિ નીલિંગના ખરાબ પ્રદર્શનમાંથી બહાર જ ન આવી શકી. તેણે પ્રોનમાં ૩૯૪ અને સ્ટેન્ડિંગમાં ૩૭૬ પોઈન્ટ મેળવ્યા.
			
		
















