મહિલા હોકી ટીમની જીત પર વિરેન્દ્ર સેહવાગે ટિ્‌વટ કરી અભિનંદન આપ્યા

310

\(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨
ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટોક્યો ઓલિમ્પિકના સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. સોમવારે ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વખતની ગોલ્ડ મેડાલિસ્ટ ઓસ્ટ્રેલિયાને ૧-૦થી હરાવીને મહિલા ટીમ ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. આ જીત બાદ સો.મીડિયા પર ટીમને અભિનંદનનો ધોધ વહ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે મહિલા ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા એક ટ્‌વીટ કર્યું હતું. એક ટિ્‌વટમાં સેહવાગે કહ્યું, “ભાગ્યે જ કોઈ જીત પર આવી ખુશી અનુભવાઈ હશે. એક અદ્ભુત ક્ષણ. અમારી છોકરીઓ માટે પ્રથમ વખત ઓલિમ્પિક હોકી સેમિફાઇનલ. ગૌરવથી ભરપૂર. “ભારતીય ડ્રેગ-ફ્લિકર ગુરજીત કૌરે મેચની ૨૨ મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર ૧-૦ કર્યો, જે ટોક્યો ૨૦૨૦ માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર બીજો ગોલ હતો. ભારતની આ બીજી જીત હતી. અગાઉ ટીમે દક્ષિણ કોરિયાને ૪-૩થી હરાવ્યું હતું. બધાની નજર ફરી ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પર હતી. આ મેચ બ્રિટને ૨-૦થી જીતી હતી. બ્રિટન જીત્યું પણ ખુશી ભારતને મળી, કારણ કે ભારત આ મેચના પરિણામ સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. બ્રિટન સામે બ્રિટન હારી ગયું હોત તો ભારતીય મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી શકી ન હોત. ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ ૧૯૮૦ માં પ્રથમ વખત રમી હતી. તે સમયે ટીમ ચોથા સ્થાને રહી એક સ્થાનથી મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી ત્યારબાદ ૩૬ વર્ષ પછી, ભારતીય મહિલા હોકી ટીમે ૨૦૧૬ રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ ટીમ છેલ્લા ક્રમે રહી હતી. પરંતુ આ વખતે ટીમ કંઇક અલગ કરી રહી હોય તેવું લાગે છે. હવે ટીમ સેમીફાઈનલ જીતીને મેડલ સુરક્ષિત કરવા રમશે.