વડાપ્રધાન મોદી આજે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

346

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે ૩ ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વાસ્તવમાં, સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં એક જન ભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ શામેલ થશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં મહામારીના પ્રકોપના કારણે આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ ત્યારે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનુ એલાન કર્યુ હતુ. જે હેઠળ રાશનકાર્ડ ધારકોને એપ્રિલથી જૂન સુધી રાશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોના નામના આધારે ૫ કિલો અનાજ(ઘઉં/ચોખા) અને એક પરિવારને એક કિલો દાળ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ અનાજને રાશન કાર્ડ પર મળતા કોટાથી અલગ રાખવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ(નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) યોજના છે. આ યોજના હેઠળ ૮૦ કરોડ દેશવાસીઓને નવેમ્બર ૨૦૨૧ સુધી માટે દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યુ છે.