લોકેન્દ્ર સિંહ રાજાવતને તણાવને કારણે ડાયાબિટીસ વધતા એક પગ કાપવો પડ્યો

276

મુંબઈ,તા.૩
કોરોનાએ સૌના જીવનને મુશ્કેલીમાં મુકી દીધુ છે. બોલિવૂડ પણ આ મારથી બહાર આવ્યુ નથી. કેટલાયે કલાકારોની હાલત કફોડી બની છે. કેટલાયે કલાકારોને કોરોના સમયગાળા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કામ અટકી પડ્યુ હોવાના કારણે ઘણાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે.
ભૂતકાળમાં, બાબા ખાન, શગુફ્તા અલી અને સવિતા બજાજ જેવા ઘણા નામો જાહેર થયા હતા. આ દરમિયાન, ટીવી સિરિયલ ‘જોધા અકબર’ અને ‘યે હૈ મોહબ્બતેં’ માં કામ કરી ચૂકેલા અભિનેતા લોકેન્દ્ર સિંહ રાજાવતે ડાયાબિટીસને કારણે એક પગ કાપવો પડ્યો. આ કલાકાર કામ ન મળવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તણાવને કારણે તેનું ડાયાબિટીસનું સ્તર વધતું રહ્યું અને હવે તેણે આ દિવસ જોવો પડ્યો. આ સમાચાર તે બધા લોકો માટે પણ આંખ ખોલનાર છે જેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. પાંચ કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ડોક્ટરોએ તેનો એક પગ શરીરથી અલગ કરી દીધો છે. લોકેન્દ્રએ જણાવ્યું, ખુબ તાણને કારણે, તેના બ્લડ સુગરમાં વધારો થયો હતો જેના કારણે તેણે તેનો પગ કાપવો પડ્યો હતો.
લોકેન્દ્રએ કહ્યું, હું કંઈ કરી શકતો નથી. કોરોનાથી નાણાકીય મુશ્કેલીઓના કારણે ચિંતા વધવા લાગી. લોકેન્દ્રએ કહ્યું, શરૂઆતમાં તેના જમણા પગમાં સમસ્યાઓ હતી. પાછળથી આ ચેપ ફેલાતો ગયો. તેને ગેંગરીન થયું હતું. ‘પોતાને બચાવવાનો એકમાત્ર રસ્તો ઘૂંટણ સુધી પગ કાપવો પડ્યો. લોકેન્દ્રનું ઓપરેશન મુંબઈની ભક્તિવેદાંત હોસ્પિટલમાં પાંચ કલાક ચાલ્યું. લોકેન્દ્ર કહ્યું, ‘કાશ મને ૧૦ વર્ષ પહેલા ડાયાબિટીસ હોત’ પછી મેં તેના પર ધ્યાન આપ્યું હોત. અમે કલાકારો પાસે શૂટિંગ માટે સમય નથી. ખાવાની ખામી અને કામના કલાકોના કારણે આરોગ્ય પર ખરાબ અસર છે અને ટેન્શન પણ છે.