કાર્તિક આર્યન-અલાયા ફર્નિચરવાળા એકતા કપૂરની ફિલ્મમાં સાથે જોવા મળશે

256

મુંબઈ,તા.૪
કાર્તિક આર્યન એકતા કપૂર નિર્મિત ફિલ્મમાંકામ કરવાનો છે એવા સમાચાર હાલમાં જ હતા. હવે આ ફિલ્મને લઇને નવા અપડેટ આવ્યા છે.
એકતા કપૂરની કાર્તિક સાથેની આગામી ફિલ્મ ફ્રેન્ડી છે. આ ફિલ્મ માટે ટોચની અભિનેત્રીઓની સ્પર્ધા હતી જેમાં અલાયા ફર્નિચરવાળા મેદાન મારી ગઇ છે. અલાયા ફર્નિચરવાળાનો આ ફિલ્મ માટે સંપર્ક સાધવામાં આવ્યો હતો. અલાયાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડતા તેણે આ ફિલ્મ સાઇન કરી લીધી છે. ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઘોષનું છે. આ એક રોમેન્ટિક થ્રિલર હશે. જેનું શૂટિંગ આ મહિનામાં શરૂ થવાની શક્યતા છે. એકતા કપૂરે સો.મીડિયા પર પોતાની આવનારી ફિલ્મ ફ્રેડીની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. તેણે પોસ્ટ શેર કરીને આ ફિલ્મ બનાવા માટે ઉત્સાહિત હોવાનું પણજણાવ્યું હતું. એકતાએ બાલાજી મોશન પિકચર્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું. અલાયા ફર્નિચરવાળાની કારકિર્દીની આ ત્રીજી ફિલ્મ છે.તેણે જવાની જાનેમન ફિલ્મમાં કામ કર્યું છે. તેમજ તેની યૂ ટર્ન ફિલ્મમાં પણ જોવા મળવાની છે.