ભાવનગર-સિહોર રોડ પર ટ્રેકટર અને બાઈક વચ્ચે ટક્કર થતા બાઈક ચાલકનું મોત

230

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સિહોર-ભાવનગર રોડ પર સેન્ટ્રલ બેંક પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સિહોર-ભાવનગર રોડ પર સેન્ટ્રલ બેંક પાસે બપોરે એક ટ્રેકટર અને બાઈક ચાલક નું અકસ્માત થયો હતો, જે ટ્રેકટર નંબર ય્ત્ન-૦૪-૮૬૧૩ તથા બાઈક નંબર ય્ત્ન-૦૪- ઝ્રન્-૫૧૦૮, આ ટ્રેકટર નગરપાલિકાનું હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે, જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું, આ અકસ્માતમાં બાઈક ચાલક સિહોરના કુંજ ગલીમાં રહેતો દિપક સોલંકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પી.એમ. અર્થે લાશ ને હોસ્પિટલ ખેસડવામાં આવી હતી.

Previous articleપાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો પાંચમો દિવસ, ભાવનગર ખાતે ‘ખેડૂત સન્માન દિવસ’ની ઉજવણી કરાઇ
Next articleભાવનગર સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સની વિવિધ માગણી સાથેની હડતાળ યથાવત