સિહોરના યુવાન દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

645

આજરોજ સિહોરના સામાજીક કાર્યકર યુવરાજ રાવના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર મંડળ દ્વારા શુક્લ જ્ઞાતિની વાડી ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તેમજ બ્લડની જરૂરિયાત વાળા દર્દીઓના લાભાર્થે સર-ટી હોસ્પિટલ ભાવનગરના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જુદા જુદા રાજકીય તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કરનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પને સફળ બનાવવામાં ધર્મેદ્ર ચાવડા,કલ્પેશ રાણા, જયદીપ વાઘેલા, ધવલસિંહ પલાણીયા,વિરેન્દ્ર ચાવડા,તુષાર પંડ્યા,રાજુ ગોહેલ,ચેતન ત્રિવેદી,જીગર રાણા,શૈલેષ ખસિયા,વિશાલ રાવ,પિયુષ રાઠોડ વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleટોક્યો ઓલિમ્પિક : જૈવેલિન થ્રોના ફાઈનલમાં ગોલ્ડ જીતવા ભારત-પાકના ખેલાડી ટકરાશે
Next articleમોણપુર ગામે નિર્માણ પામનાર ગ્લોબલ આયુર્વેદ હબ વિકાસ માટે મદદરૂપ બનશે