આર્થિક સંકડામણ શિક્ષકને દોરી ગઈ શોધ તરફ, જૂની બાઇકમાંથી બનાવી ઈ-બાઈક, હવે જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરશે

243

દેશભરમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. જે પ્રકારે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે એ સામાન્ય વ્યક્તિને પરવડે એવો નથી. સરકાર પણ પ્રદૂષણ અટકાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે અને સબસિડી આપે છે. ત્યારે ભાવનગરના એક શિક્ષકે પોતાની સૂઝબૂઝથી એક જૂની બાઈકને મોડિફાઈડ કરીને ઇલેક્ટ્રિક બાઈક બનાવી છે તેમજ આવનારા દિવસોમાં આ શિક્ષક બાઈકમાં જીપીએસ સિસ્ટમ પણ મૂકવાના છે. ભાવનગરમાં રિંગ રોડ પાસે બરસાના સોસાયટીમાં રહેતા હિમાંશુ વ્યાસ શાળા દ્વારા પણ તેમની આ આવડતને બિરદાવી હતી. કોરોનાકાળમાં અન્ય મધ્યમવર્ગની જેમ તેમની પણ સ્થિતિ કફોડી થઇ હતી. સાત વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા હિમાંશુભાઈના પરિવારમાં માતા, પત્ની અને બહેન છે. કારણે આર્થિક સકડામણ ઊભી થઇ. પેટ્રોલના વધતા ભાવવધારાએ બજેટ ખોરવી નાખ્યું, જેથી તેમને ઇલેક્ટ્રિક બાઈક બનાવવાનો વિચાર આવ્યો.

શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાની રુચિના ક્ષેત્રમાં રોજગારી શોધીને આગળ વધી સફળતા મેળવી છે.E-BIKE બનાવ્યા બાદ હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત મુજબ GPS વગર વાહન ક્યાંય પણ હોય એનું LOCATION કેમ જાણી શકાય એના માટે મહેનત કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ પેટ્રોલના વધતા ભાવવધારામાં મધ્યમવર્ગને આર્થિક ભારણ ઓછું કરવાનો છે. ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનો વિચાર મનમાં આવ્યો હતો. હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું શરૂ કર્યું અને એમાં તેમને સફળતા પણ મળી. હવે તેમણે લિથિયમ આઇઓએન(Lithium – ion) બેટરી દ્વારા બાઇક – કાર બનાવવાનો પણ પ્રારંભ કર્યો છે. જોકે હાલમાં હિમાંશુભાઈએu e- Bike બનાવી છે. ૧૦૦ રૂપિયા પેટ્રોલના ભાવ સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. બેટરી ચાર્જ કર્યા બાદ ૧૫૦ ાદ્બ આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈપણ બાઇકમાં આશરે ૨૫થી ૩૦ હજાર જેવો ખર્ચ કરવાથી e- Bike માં તબદિલ થઈ જાય છે. ૪ કલાકમાં જ ચાર્જિંગ થઈ જાય છે, જ્યારે લેડ એસિડ બેટરીને સાતથી આઠ કલાક લાગે છે એટલે એને આખી રાત ચાર્જિંગમાં મૂકવી પડે છે. લિથિયમ બેટરીનું આયુષ્ય વધારે છે, એમાં ૫થી ૭ વર્ષ સુધી કોઈપણ જાતનો વાંધો આવતો નથી, જ્યારે લેક એસિડ બેટરી જો ૧થી ૨ મહિના સમયગાળામાં તમે બાઈક ચલાવો નહીં તો બંધ થઈ જાય છે. આ લિથિયમ બેટરી ૬ મહિના સુધી પણ પડી રહે તો કોઈ જાતનો વાંધો આવતો નથી.

Previous articleરૂપાણી સરકારે સત્તાના નહીં સફળતાના ૫ વર્ષ પૂર્ણ કર્યા છેઃભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
Next articleગુજકેટ : પ્રથમ સેશનમાં ૫૦૮૦ વિધાર્થીઓ હાજર