રૂપાણી સરકારે સત્તાના નહીં સફળતાના ૫ વર્ષ પૂર્ણ કર્યા છેઃભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

134

રોજગાર દિવસની ઉજવણી નિમિત્તે ૯૫૦ ઉમેદવારોને નિમણૂંક પત્રો અર્પણ કરાયા
સુશાસન ના પાંચ વર્ષ પૂર્ણ કરેલ રૂપાણી સરકાર દ્વારા રાજ્ય માં નવ દિવસીય ઉજવણી ના કાર્યક્રમો આપ્યાં છે જે અંતર્ગત આજરોજ રાજ્ય ના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષસ્થાને શહેરના આંગણે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાસનના પાંચ વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરતાં રૂપાણી સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માં ૧ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ સુધી નવ દિવસીય “સુશાસન” ના પાંચ વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કોઈ રંગારંગ કાર્યક્રમો નહીં પરંતુ સરકાર દ્વારા લોકો ને આપવામાં આવી રહેલ વિવિધ સહાય,સંરક્ષણ, આત્મનિર્ભરતા મહિલા વિકાસ સહિતના મુદ્દાઓ ને આવરી લેવામાં આવ્યા છે જેમાં ઉજવણી ના છઠ્ઠા દિવસે રાજ્ય માં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભાવનગર શહેર માં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષસ્થાને મોતીબાગ ઓપન એર થિયેટર ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૯૫૦ જેટલાં શિક્ષિત બેરોજગારો ને રોજગાર નિમણૂંક પત્રો આપી રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે રૂપાણી સરકારે સત્તાના પાંચ વર્ષ પૂર્ણ નથી કર્યા પરંતુ સફળતા ના પાંચ વર્ષ પુરા કર્યા છે આજના દિવસે રાજ્ય ના ૫૦ હજાર શિક્ષિત બેરોજગારો ને નોકરી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આજે સરકારે ૬૨ હજાર યુવાઓએ ને જોબ લેટર આપી રોજગાર દિવસની ઉજવણી કરી છે ભાવનગર જ ૯૫૦ યુવાનોને નોકરીના નિમણૂંક પત્રો આપવામાં આવ્યા છે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં વિકાસના શિખરો સર કરે એ હેતુ સર નવ દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સેવાકીય યજ્ઞોને જ પ્રધાન્યતા આપવામાં આવી છે શિક્ષા,રોજગાર, મહિલા સશક્તિકરણ, લોક સુવિધાઓ થકી લોકો વધુ ને વધુ આત્મનિર્ભર બને એવી ઉમદા નેમ સરકાર ની છે. આ પ્રસંગે શહેર ભાજપના હોદ્દેદારો, મેયર કિર્તિબેન દાણીધારીયા, ધીરુભાઇ ધામેલીયા, શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા, કમિશ્નર, સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.