ઝારખંડ જ્જ હત્યા કેસઃ સુપ્રિમ કોર્ટે સીબીઆઇને આડે હાથ લીધી

518

ન્યુ દિલ્હી,તા.૬
ઝારખંડના ધનબાદમાં કથિત રીતે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદને કચડી નાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓ પર કડક ટિપ્પણી કરી છે. આ મામલાની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે કહ્યું હતું કે જ્યારે ન્યાયાધીશો સીબીઆઈ અથવા ગુપ્તચર બ્યુરોને ધમકીઓની ફરિયાદ કરે છે, ત્યારે તેના પર પગલા લેવા તો દુર તેઓ જવાબ આપતા નથી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ આજે ??કહ્યું હતું કે જ્યારે પણ ન્યાયાધીશોએ ધમકીઓ અંગે ફરિયાદ કરી હોય ત્યારે તપાસ એજન્સીઓ જવાબ આપતી નથી. ઝ્રમ્ૈં એ પોતાનું વલણ જરાય બદલ્યું નથી. જ્યારે ન્યાયાધીશો સીબીઆઈ, ઈન્ટેલિજન્સ બ્યુરોને ધમકીઓની ફરિયાદ કરે છે, ત્યારે તેઓ કોઈ જવાબ આપતા નથી. તપાસ એજન્સીઓ બિલકુલ મદદ કરી રહી નથી અને હું કેટલીક જવાબદારી સાથે આ નિવેદન આપી રહ્યો છું. તેમણે કહ્યું કે ધનબાદ કેસ એકલો નથી. અમને અહેવાલો મળી રહ્યા છે કે દેશભરમાં ન્યાયિક અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. અમે આની તપાસ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ અને તમામ રાજ્યો પાસેથી અહેવાલો માંગી શકીએ છીએ. ઝારખંડના ધનબાદમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદ ૨૮ જુલાઈએ મોર્નિંગ વોક પર ગયા હતા. આ દરમિયાન તેને પાછળથી એક ઓટોએ ટક્કર મારી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શંકા ઘેરી બની હતી કે આ અકસ્માત નથી પરંતુ ષડયંત્ર હેઠળ કરવામાં આવેલી હત્યા છે. વીડિયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મોર્નિંગ વોક પર આવેલા જજને ઓટોએ જાણી જોઈને ટક્કર મારી હતી. આ શંકા ત્યારે ઘેરી થઈ જ્યારે તે પ્રકાશમાં આવ્યું કે જજ ઉત્તમ આનંદ ઘણા હાઈપ્રોફાઈલ કેસોની સુનાવણી કરી રહ્યા હતા અને જે ઓટો તેમને ફટકારાયો હતો તે પણ ચોરાઈ ગયો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સંજ લીધી હતી. આની નોંધ લેતા, મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ગયા અઠવાડિયે દેશમાં ન્યાયાધીશો પરના હુમલાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Previous articleબંગાળને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી વેક્સિન અપાઇ
Next articleરાજ ઠાકરેના મનમાં ઉ.ભારતીય માટે કોઇ દ્ધેષ કે કટુતા નથીઃ પાટીલ