સોનુ સૂદે શ્રીનગરમાં ફુટપાથ પર વેચતા દુકાનદાર સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો

197

શ્રીનગર,તા.૭
બૉલીવુડ એક્ટર સોનુ સૂદ લૉકડાઉનમાં ગરીબોના મસીહા બનીને ઉભર્યા છે. એક્ટરની દરેક બાજુએ વાહવાહી થઈ રહી છે. આ દરમિયાન સોનુ પોતાના ફેન્સનું મનોરંજન કરવાનું પણ નથી ચૂકતા. તાજેતરમાં સોનુ સૂદ ચપ્પલ વેચતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદે જરૂરિયાતમંદોની એટલી વધારે મદદ કરી છે કે તે લોકોએ તો તેમને મસીબા સુધી બોલાવવાનું શરૂ કરી દીધું છે. સોનુ સૂદ, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ સક્રિય રહે છે, એકવાર ફરીથી તેમણે શ્રીનગરમાંથી એક ફુટપાથ પર ચપ્પલ વેચતા દુકાનદાર સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે તેમના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. સોનુ સૂદ, જે હાલના દિવસોમાં જમ્મુ એન્ડ કાશ્મીર પ્રશાસનની સંશોધિત ફિલ્મ નીતિને લઈને શ્રીનગરમાં છે, તેમણે અહીંના બટમાલૂ બજારમાંથી એક વીડિયો શેર કર્યો છે. અહીં તેમણે શમીમ ખાન નામના એક ચપ્પલ વેચનારા દુકાનદાર સાથે વાત કરી છે. તેમાં શમીમ ખાન તેમને જણાવી રહ્યા છે કે બાળકોવાળા ચપ્પલની કિંમત ૫૦ રૂપિયા અને મોટાની ચપ્પલની કિંમત ૧૨૦ રૂપિયા છે. સોનુ સૂદ ૧૨૦વાળા ચપ્પલ ૫૦ રૂપિયામાં આપવા માટે કહે છે, તો શમીમ ખાન મનાઈ કરે છે અને કહે છે કે ૫૦ રૂપિયાની આ બીજી ચપ્પલ છે. સોનુ સૂદે ડિસ્કાઉન્ટ આપવાની વાત કહીં તો દુકાનદાર રાજી થઈ જાય છે. ત્યાર બાદ સોનુ સૂદ કહે છે કે જો તમે પણ શમીમ ભાઈની દુકાનમાં આવીને મારૂં નામ આપશો, તો તેઓ ખરીદદારી પર તમને ૨૦ ટકાની છૂટ આપશે.

Previous articleઅભિનેત્રી નુસરત ભરૂચાને શૂટિંગના સમયે અટેક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી
Next articleરાની મુખર્જી ફિલ્મ ’મિસેઝ ચેટરજી વર્સેઝ નોર્વે’ના શૂટિંગ માટે વિદેશ જવા રવાના થઈ