ટોક્યો ઓલિમ્પિક રમત સમાપ્તીના આરે, એક જ દિવસમાં ૪,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા

134

ટોક્યો,તા.૮
ટોક્યો ઓલિમ્પિક હવે સમાપ્તીના આરે છે. પરંતુ આ દરમિયાન ત્યાં કોરોનાનો વિસ્ફોટ થયો તેમ લાગે છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતથી જ અહીંયા કેસ વધવા લાગ્યા હતા પરંતુ શનિવારે એક જ દિવસમાં ચાર હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ટોક્યોમાં કોરોના સંક્રમણને લઈ ઓલિમ્પિકને ટાળવ માટે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો. ટોક્યોમાં અત્યાર સુધીમાં ૨.૪૫ લાખથી વધુ કેસ અને ૨૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે જાપાનમાં ૧૦.૨ લાખથી વધુ કેસ અને ૧૫ હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૯,૭૦૦ નવા કેસ નોંધાયા હતા અને ૪૩,૯૧૦ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે ૪૯૧ લોકોના મોત થયા હતા. ગઈકાલે ૬૧૭ લોકોના મોત થયા હતા. આમ બે દિવસમાં ૧૧૦૮ લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૦ કરોડ ૬૮ લાખ ૧૦ હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ ૫૫,૯૧,૬૫૭ લોકોને રસીના ડોઝ અપાયા હતા.

Previous articleઅક્ષય કુમારે ’બેલ બોટમ’ માટે કપિલ શર્માના લીધા આશીર્વાદ, કોમેડિયને ફોટો શેર કર્યો
Next articleગોલ્ડ મેડલ મળવાની ખુશીમાં ચંડીગઢના ઓટોડ્રાઈવર એક દિવસ માટે મફતમાં મુસાફરી કરાવશે