૪૦ ઓવરની રમત રમાઈ હોત, તો મેચનું પરિણામ કઈ અલગ હોતઃ રૂટ

252

નોટિંગહામ,તા.૯
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે રવિવારે પહેલી ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે વરસાદને કારણે મેચ ડ્રો થતાં કહ્યું કે, જો અમને ઓછામાં ઓછી ૪૦ ઓવર પણ રમાવા મળી હોત તો ઈંગ્લીશ બોલરો ભારતીય બેટ્‌સમેનોને આઉટ કરવી સારી તક બનાવી શકત. મેચના પાંચમાં અને અંતિમ દિવસે વરસાદને કારણે પુરા દિવસમાં એકપણ બોલ ફેંકી શકાય નહીં. અને મેચને અંતે અમ્પાયરો દ્વારા ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો. નોટિંઘમ ટેસ્ટના ચોથા દિવસે મેજબાન ટીમ ઈંગ્લેન્ડે તેની બીજી ઈંનિગ્સમાં રૂટની સદીની મદદથી ૩૦૩ રન સ્કોર બોર્ડ પર લગાવ્યો હતો. જેના કારણે ભારતને મેચ જીતવા માટે ૨૦૯ રનનો લક્ષ્?યાંક ચોથી ઈનિગ્સમાં મળ્યો હતો. ચોથા દિવસે ભારતીય ટીમે ૧૪ ઓવર રમીને દિવસના અંતે ૧ વિકેટ ગુમાવીને ૫૨ રન બનાવી લીધા હતા. દિવસના અંતે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા નોટઆઉટ રહ્યા હતાં. અને મેચના અંતિમ દિવસે ભારતને જીતવા માટે વધુ ૧૫૭ રન કરવાના હતાં, પરંતુ પુરા દિવસ વરસાદને કારણે રમત શક્ય બની નહીં અને મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું. નોટિંઘમ ટેસ્ટ ડ્રો રહીયા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું, ” અમારી નજરથી જોવામાં આવે તો એક સમય ૪૦ ઓવરની રમત શક્ય બની શકત, અને તેમાં અમને ભરોસો હતો કે આ પ્રકારની પીચ અને પરિસ્થિતી પર અમે ભારતીય બેટ્‌સમેનોની આઉટ કરવાની સારી તક બનાવી શકત. પરંતુ વરસાદના કારણે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચક અંતિમ દિવસની રમત ના રમાઈ જે એક શર્મજનક વાત છે.” રૂટે વઘુમાં કહ્યું કે, ભારતીય ટીમ સારૂ પરિસ્થિતીમાં હતી, પરંતુ જે પીચ પર મેચ રમાઈ રહી હતી ત્યાં કોઈપણ સમયે પાસો પલટી શકત. મેચના અંતિમ દિવસે ભારતને મેચ જીતવા ૧૫૭ રનની જરૂર હતી, તો બીજી તરફ ઈંગ્લેન્ડને મેચ જીતવા ૯ વિકેટની. ભારતની બેટિંગ લાઈનઅપને જોતા એવુ લાગી રહ્યું હતું કે, ભારતીય ટીમ આ લક્ષ્?યને મળવી લેશે અને ટીમને શરૂઆત પણ સારી મળી હતી.

Previous articleબુમરાહે વાપસી કરી સવાલ પર કેએલ રાહુલ ભડક્યો, મને ખબર નથી તમે કેમ કહી રહ્યા છો
Next articleઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, બંને ટીમોને ૪-૪ પોઈન્ટ