પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૫ પૈસાનો ઘટાડો કરાયો

634

દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૧.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે ડીઝલ ૮૮.૯૨ રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે
નવી દિલ્હી,તા.૨૪
દેશની સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવાર (૨૪ ઓગસ્ટ, ૨૦૨૧)ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કરાયો છે. જો આજના ભાવ પર નજર કરીએ તો ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, ઈંધણની કિંમતોમાં અલગ-અલગ શહેરોના હિસાબથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા રેટના હિસાબથી રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં પણ ૧૫ પૈસા ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૧.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ, ડીઝલ ૮૮.૯૨ રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. પેટ્રોલ ૧૪ પૈસા અને ડીઝલ ૧૬ પૈસા સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો અને ભારે ભરખમ ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Previous articleહર્બલ આયુર્વેદિક દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી
Next articleકોવિડ-૨૨ સ્ટ્રેન ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ જીવલેણ