નિષાદ કુમારે ટોક્યો પેરાઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો બીજો મેડલ

145

નવી દિલ્લી,તા.૩૧
ભારતના નિષાદ કુમારએ ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પુરુષોની ઉંચી કૂદ ્‌-૪૭ ઈવેન્ટમાં દેશ સિલ્વર મેડલ જીત્યો છે. નિષાદે આ ઈવેન્ટની ફાઈનલમાં ૨.૦૬ મીટર ઉંચો કૂદકો માર્યો અને એશિયન ગેમ્સના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતનું આ ગેમમાં બીજુ મેડલ છે. આ જ ઇવેન્ટની ફાઇનલમાં ભારતનો બીજો પેરા-એથ્લીટ રામપાલ ચાહર ૫માં નંબરે રહ્યો હતો. જોકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ૧.૯૪ મીટર કૂદકો લગાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ખેલમંત્રી અનુરાગ ઠાકુર અને પેરાલિમ્પિક સમિતિના વડા દીપા મલિકે નિશાદને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.પીએમ મોદીએ ટિ્‌વટર પર લખ્યું, ’ટોક્યોથી વધુ એક ખુશખબર આવી છે. નિષાદ કુમારે પુરુષોની હાઈ જમ્પ ્‌-૪૭માં સિલ્વર મેડલ જીત્યો, જે મને ખૂબ જ ખુશ કરે છે. તે ઉત્તમ કુશળતા અને મહેનતથી એક મહાન રમતવીર બની ગયો છે, તેને ઘણા અભિનંદન. નિષાદ પહેલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ જીતીને ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. મહિલા સિંગલ્સ વર્ગ ૪ની ફાઇનલમાં ભાવિનાને ચીનની ઝોઉ યિંગ સામે ૧૧-૭, ૧૧-૫, ૧૧-૬થી હાર મળી હતી.

Previous articleઅભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફરાહ ખાન સાથે ઠુમકાં લગાવ્યા
Next articleરાજ્યમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની આગાહી