યુએસએ ડેડલાઈનના એક દિવસ પહેલા અફઘાનિસ્તાન ખાલી કર્યું

14

અફઘાનમાં ૨૦ વર્ષથી ચાલતા અમેરિકાના સૈન્ય અભિયાનનો અંત આવ્યો, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા પોતાની રાજકીય ઉપસ્થિતિનો અંત કર્યો
વોશિંગટન,તા.૩૧
અફઘાનિસ્તાનમાં ઘૂસેલા તાલિબાનનો વિષય દુનિયાભરમાં છવાયેલો છે. અહીં અમેરિકા દ્વારા જે રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેનો સંપૂર્ણ અંત આવી ગયો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિને તાલિબાને આપેલી ડેડલાઈન કરતા પહેલા સમાપ્ત કરી દીધી છે. અફઘાનિસ્તાનથી અમેરિકાએ પોતાનું અંતિમ વિમાન સી-૧૭ને ૩૦ ઓગસ્ટે બપોરે ૩.૨૯ વાગ્યે કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટ પરથી ઉડાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પોતાના કમાન્ડરોના ખતરનાક કમબેક પર તેમને ધન્યવાદ કર્યું છે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની રાજકીય ઉપસ્થિતિને પણ ખતમ કરી નાખી છે. કાબુલથી અંતિમ વિમાન ઉડ્યા પછી જો બાઈડને કહ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી ૨૦ વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત આવી ગયો છે. હું મારા કમાન્ડોનો ધન્યવાદ કરવા માગું છું કે તેઓએ કોઈ અમેરિકનનો જીવ ના જાય તે રીતે તેમની એક્ઝિટ કરાવી છે, જેના માટે ૩૧ ઓગસ્ટ સવારની ડેડલાઈન નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ અમેરિકાએ ત્યાંથી પોતાની સૈન્ય અને રાજકીય ઉપસ્થિતિનો અંત લાવી દીધો છે. બાઈડને આગળ જણાવ્યું કે, પાછલા ૧૭ દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટો એરલિફ્ટને સફળ બનાવ્યું છે. તેમણે ૧,૨૦,૦૦૦ કરતા વધારે અમેરિકન નાગરિકો, અમારા સહયોગીઓના નાગરિકો અને સંયુક્ત રાજ્ય અમેરિકાના અફઘાન સહયોગીઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જો બાઈડને કહ્યું કે મેં મારા વિદેશ મંત્રીને કહ્યું છે કે તેઓ પોતાના આંતરાષ્ટ્રિય પાર્ટનર સાથે સતત કોર્ડિનેટ કરે જેથી કોઈ પણ અમેરિકન, અફઘાન ભાગીદાર અને વિદેશી નાગરિકોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરી શકે કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પોતાના નિવેદનમાં કહ્યું, કાલે બપોરે (મંગળવાર), હું અફઘાનિસ્તાનમાં અમારી ઉપસ્થિતિને ૩૧ ઓગસ્ટથી આગળ નહીં વધારવાના નિર્ણય પર લોકોને સંબોધિત કરીશ. યોજના પ્રમાણે અફઘાનિસ્તાનમાં અમારા એરલિફ્ટ મિશનને સમાપ્ત કરવા માટે ત્યાંના ગ્રાન્ડ પર હાજર અમારા તમામ કમાન્ડરો અને જોઈન્ટ્‌સ ચીફ્સની સર્વસહમત ભલામણ હતી. અફઘાનિસ્તાને પોતાની સૈન્ય ઉપસ્થિતિ ખતમ કરવાની સાથે અફઘાનિસ્તાનમાંથી રાજકીય ઉપસ્થિતિ પણ ખતમ કરી છે, અને તેને કતરમાં શિફ્ટ કરી છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા એ તમામ અમેરિકનની મદદ કરવા માટે પ્રતિદ્ધ છે જે અફઘાનિસ્તાન છોડવા માગે છે. બ્લિંકને કહ્યું- અફઘાનિસ્તાનમાં અમેરિકાનું કામ ચાલુ છે, અમારી પાસે એક યોજના છે. અમે શાંતિ બનાવી રાખવા પર કેન્દ્રીત રહીશું.. જેમાં અમારા સમુદાયમાં હજારો લોકોના સ્વાગત કરવાનો પણ સમાવેશ થાય છે, જેવું આપણે પહેલા પણ કર્યું છે.