ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કામગીરી વેગવાન

123

આપણે કોરોના કાળમાં બીજી લહેરમાં અતિ મુશ્કેલીવાળો સમય આપણે જોઈ ચૂક્યાં છીએ. ત્રીજી લહેરની વાત આવતાં જ આપણા મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. કારણ કે, આપણે આપણી સામે જ આપણાં અનેક સ્વજનો ગુમાવી ચૂક્યાં છીએ. આજે પણ કોરોનાથી બચવું હોય તો બસ બે જ ઉપાય છે. એક માસ્ક, સેનિટેશન અને બીજું રસીકરણ…. આ માટે તમામ લોકો કોરોનાની રસી લઇ લે તે ખૂબ જ અગત્યનું છે. જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.ઓ.અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરોનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાનો આરોગ્ય સ્ટાફ રાત-દિવસ લોક સહયોગથી ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે અથાગ મહેનત કરી રહ્યો છે. સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઉસરડ માં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરકોલીયા ગામમાં પ્રાથમીક શાળા માં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ કે જેમને કોરીના રસીના ડોઝ લીધેલ નથી તે તમામ વાલીઓને શાળા પર રૂબરૂ બોલાવીને કોરોના રસીનો ડોઝ આપી રક્ષિત કરવામાં આવેલ છે. આ રસીકરણને સફળ બનાવવાં માટે ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો.દર્શન ઢેઢી, આર.બી.એસ.કે ટીમના ડો.સંજય ખીમાણી, ડો.રૂપલ વૈષ્ણવ, સુપરવાઈઝર આર.ડી.ચુડાસમા, હંસાબેન ગોહીલ, આરોગ્ય કર્મચારી જે.ડી.ગોહિલ, એન.જે.વેગડ, આશા ફેસિલિટર મનીષાબેન, આશા બહેન નયનાબેન, રેખાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક શાળા કરકોલીયા પરિવારના આચાર્યશ્રી શૈલેશભાઈના માર્ગદર્શન હેઠળ તેમના શાળા પરિવારના તમામ શિક્ષકશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલે પ્રેરણાદાયક કામગીરી માટે સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

Previous articleગુંદા ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ
Next articleઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી કોમેન્ટ કરતા ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ