ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી કોમેન્ટ કરતા ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ

142

પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારના સીધા માર્ગદર્શન અને સીધી સુચના મુજબ સોશ્યિલ મીડીયામાં સાયબર ક્રાઇમ કરનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી સખ્ત શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપેલી જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ભાવનગર વિભાગ, ભાવનગર ખાતે ફરિયાદી દિપકભાઇ પ્રાગજીભાઇ બલદાણીયા રહે.ભાવનગર વાળાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવગનર વિભાગ, ભાવનગરમાં એવા મતલબેની ફરિયાદ નોંધાવેલી કે, તેઓના ફોટાવાળું કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેમના ફોટાને ચિત્રણ કરેલ અને ખરાબ કોમેન્ટ કરેલી છે. જેથી આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ હેઠળ ગુન્હો નોંધી ફરિયાદના આધારે તેમજ ઇન્સ્ટાગ્રામની માહિતી આધારે દિપ રાજેન્દ્રકુમાર રામાણી રહે. અમરેલીવાળાને ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવવાના ગુન્હાના કામે પકડી પાડેલ અને ધોરણસરની કાર્યવાહિ કરેલ. મજકુર ઇસમની ટેકનીકલી તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી અન્ય કુલ-૦૮ ઇન્સ્ટાગ્રામનાં ફેક એકાઉન્ટ મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસએ સઘન તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહિ કરેલ. આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.જે.ગોસ્વામી તથા વાયરલેસ પો.ઇન્સ. વાય.એસ.આયરાવ તથા પો.વા.સ.ઇ.ડી.એચ. જાડેજા તથા ટે.ઓ. ડી.અમે.ગોહિલ તથા સ્ટાફમાં પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા મયુરસિંહ ચુડાસમા, હરપાલસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી વગેરેનાઓ જાડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કામગીરી વેગવાન
Next articleસિદ્ધાર્થ વગર હવે હું કેવી રીતે જીવીશ : શહનાઝ ગીલ