બેડમિન્ટનમાં પ્રમોદ ભગતને અને શૂટિંગમાં મનીષને ગોલ્ડ મેડલ

192

) ટોક્યો, તા.૪
ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાંમાં ભારતના પ્રમોદ ભગતે બેડમિંટન પુરૂષ સિંગલ એસએલ૩ માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ તરફ મનોજ સરકારે બેડમિન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ૭ સિલ્વર મેડલ, ૬ બ્રોન્ઝ , ૪ ગોલ્ડ આ કુલ ૧૭ મેડલ પ્રાપ્ત કર્યા છે. પ્રમોદ ભગતે ૪૫ મિનિટ સુધી ચાલેલા મુકાબલમાં ડેનિયાલને ૨૧-૧૪, ૨૧-૧૭ માત આપી હતી. વર્લ્‌ડ નંબર વન ખેલાડી પ્રમોદ ભગત ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી પણ બની ગયા હતા. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ ચાલુ છે. બેડમિન્ટનમાં મેડલની ખાતરી થયાના થોડા સમય બાદ શૂટર્સ મનીષ નરવાલ અને સિંહરાજે મિક્સ્ડ ૫૦ મીટર પિસ્તોલ એસએચ૧ ઇવેન્ટમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મનીષે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું તો સિંહરાજ બીજા ક્રમે રહ્યા. એટલે કે તેમણે સિલ્વર મેડલ જીત્યો છે આ રીતે ભારત પાસે હવે ટુર્નામેન્ટમાં કુલ ૧૫ મેડલ છે.ઓગણીસ વર્ષના નરવાલે પેરાલિમ્પિક રેકોર્ડ બનાવતા ૨૧૮.૨નો સ્કોર કર્યો હતો. તો બીજી તરફ પી ૧ મેન્સ એસ-મીટર એર પિસ્તોલ એસએચ-૧ ઇવેન્ટમાં મંગળવારે બ્રોન્ઝ જીતનાર અડાનાએ ૨૧૬.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયન ઓલિમ્પિક સમિતિના સર્જેઈ માલિશેવે ૧૯૬.૮ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રમોદ કુમારનો સામનો ગ્રેટ બ્રિટેનના ડેનિયલ બ્રેથેલ સાથે થયો હતો. બંને વચ્ચે પહેલી ગેમમાં સારો મુકાબલો જોવા મળ્યો હતો. પહેલી ગેમમાં ડેનિયલે શરૂઆતમાં બઢત લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રમોદ કુમારે સારી વાપસી સાથે પ્રથમ ગેમ ૨૧-૧૪ સાથે પોતાના નામે કરી દીધી. આ ગેમ ૨૧ મિનિટ સુધી ચાલી. આ ઉપરાંત ડેનિયલે શરૂઆતમાં લાંબી લીડ બનાવી લીધી હતી. એક સમયે પ્રમોદ ૪-૧૨ થી પાછળ રહ્યા હતા. પરંતુ તેમણે શાનદાર વાપસી કરી અને બીજી ગેમમાં ૨૧-૧૭ થી પોતાના નામે કરી લીધી. તો બીજી તરફ આ ઇવેન્ટના બ્રોન્ઝ મેડલ મેચમાં મનોજ સરકારે જાપાનના ફુજીહારાને માત આપી. મનોજ સરકારનો સામનો જાપાનના ફુજિહારા ડેસુકે સાથે હતો. ફુજિહારાને સેમીફાઇનલમાં પ્રમોદ ભગતે માત આપી હતી. મનોજ સરકાર પહેલી ગેમમમં પાછળ રહ્યા હતા પરંતુ તેમણે જોરદાર વાપસી કરી અને ૨૭ મિનિટ સુધી ચાલેલા આ રોમાંચક ગેમને ૨૨-૨૦ થી પોતાના નામ કર્યો. બીજી ગેમ તેમણે ફક્ત ૧૯ મિનિટમાં ૨૧-૧૩ થી પોતાના નામે કરી લીધી હતી.

Previous articleવડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ઉપસ્થિત રહેશે
Next articleભાજપના ધારાસભ્ય સુમન રોય મમતાના પક્ષ જોડાયા