દેશમાં સંક્રમણ થોડું ઘટ્યું, ૨૪ કલાકમાં ૩૮૯૪૮ નવા કેસ

109

૨૪ કલાકમાં ૨૧૯ દર્દીનાં મોત : દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૩૦૨૭૬૨૧ થઈ ગઈ, દેશમાં કુલ ૬૮૭૫૪૧૭૬૨ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે
નવી દિલ્હી,તા.૫
ભારતમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી છે. ઘણા દિવસો બાદ સંક્રમણના કેસ ૪૦ હજારની નીચે નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહ્યો છે. મોતનો આંકડો ૧૪૭ દિવસનો સૌથી ઓછો છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૭૦૧ લોકો સંક્રમિત થયા છે જ્યારે ૭૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં ૪,૦૫૭ નવા કેસ નોંધાયા છે અને ૬૭ દર્દી કોરોના સામેની લડાઈ હારી ગયા છે. ગુજરાતમાં હાલ સ્થિતિ કાબૂમાં છે અને હાલ ૧૪૬ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૯૪૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૧૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૦,૨૭,૬૨૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૮,૭૫,૪૧,૭૬૨ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૨૩,૦૮૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૧ લાખ ૮૧ હજાર ૯૯૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૩,૯૦૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૦ ટકા છે. હાલમાં ૪,૦૪,૮૭૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૦,૭૫૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૧૪,૬૮,૮૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૪,૧૦,૬૪૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪ કેસ નોંધાયા છે. તેની સામે ૧૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮,૧૫,૨૬૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ ૯૮.૭૬ ટકા થયો છે. હાલ રાજ્યમાં કુલ ૧૪૬ એક્ટિવ કેસ છે. જેમાંથી ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૪૧ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૦,૦૮૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં રવિવારે ૪,૮૦,૪૧૦ લોકોએ કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪,૯૧,૦૩,૪૫૩ લોકોને રસી આપવામાં આવી છે. દાહોદમાં સૌથી વધુ ૭ લોકોને કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૩ અને સુરત કોર્પોરેશન અને સુરતમાં ૧-૧ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૩, સુરતમાં ૨, અમદાવાદ કોર્પોરેશનમાં ૧, ભાવનગર કોર્પોરેશનમાં ૧, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, નવસારીમાં ૧, વડોદરામાં ૧ કેસ નોંધાયો હતો.

Previous articleરાજ્ય સરકારના કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
Next articleકેરળ બાદ તામિનાડુમાં પણ નિપાહ વાયરસનો કેસ નોંધાયો