છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩૨૬૩ નવા પોઝિટિવ કેસ

119

૨૪ કલાકમાં ૩૩૮ દર્દીનાં મોત થયા : ભારતમાં હાલ ૩,૯૩,૬૧૪ એક્ટિવ કેસ, કોવિડથી મૃત્યુ પામનારા કુલ લોકોની સંખ્યા ૪,૪૧,૭૪૯એ પહોંચી, કોરોના સંક્રમણના કેસ ફરી વધ્યા
નવી દિલ્હી, તા.૯
દેશમાં કોરોના સંક્રમણ સતત ડરાવી રહ્યો છે. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ફરીથી ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં માત્ર કેરળમાં જ ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૮૧ દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં ૪૧૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૬૫ દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૭ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાતા રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે. ગુરૂવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૨૬૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૩૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૧,૩૯,૯૮૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૭૧,૬૫,૯૭,૪૨૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૫૧,૭૦૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૩ લાખ ૪ હજાર ૬૧૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૫૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૯૩,૬૧૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૭૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૬૮,૧૭,૨૪૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૮,૧૭,૬૩૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોવિડ-૧૯ સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૧૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૫.૭ કરોડથી વઘુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ પૈકી ૩.૭૦ કરોડથી વધુને પ્રથમ ડોઝ અને ૧.૩૨ કરોડથી વધુ વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ૮મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૦ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૩ જિલ્લા અને ૩ શહેરમાં નોંધાયા છે. આ પૈકી અમદાવાદ શહેરમાં ૬, સુરત શહેરમાં ૩, સુરત જિલ્લામાં ૩, વડોદરા શહરેમાં ૩ અને જિલ્લામાં ૧ અને ગાંધીનગરના ૧ કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફક્ત ૧૫૧ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૪૫ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૩૧૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

Previous articleબ્રિક્સ વિશ્વના ઉભરતા અર્થતંત્રો માટે પ્રભાવશાળી અવાજ : મોદી
Next articleભારત જેવા દેશ માટે ઘરે-ઘરે જઇને રસી આપવી શક્ય નથી : સુપ્રીમ કોર્ટ