NOC વિહોણી હોસ્પિટલો,શાળાઓ પર તવાઈ બોલાવીઃ પાણી તથા ડ્રેનેજ કનેક્શનો કાપીનાખ્યા

123

૩૫ હોસ્પિટલો અને ૨૬ સ્કૂલો વિરુદ્ધ કરેલી કામગીરી ને પગલે સેવા ના નામે મેવા ચરતા વેપારીઓ માં ફફડાટ ફેલાયો
ભાવનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી હોસ્પિટલ શૈક્ષણિક એકમો,શાળાઓ તથા અન્ય વ્યવસાયી એકમોમાં ફાયરસેફ્ટી અંગેની જરૂરી -અનિવાર્ય સેવાઓ સ્થાપિત કરવા તંત્ર દ્વારા મિલ્કત ધારકોને વારંવાર સમજાવવા છતાં નઘરોળ જેવાં પૈસાના પૂજારીઓ એ એનોસી ન મેળવી અને ભગવાન ભરોસે પોતાના હાટડાઓ શરૂ રાખતાં તંત્ર દ્વારા આજરોજ ર્દ્ગંઝ્ર વિહોણા વિવિધ એકમોને તંત્ર દ્વારા પ્રાપ્ત પ્રાથમિક સવલતો જેમાં પાણી તથા ડ્રેનેજ વ્યવસ્થા કાપી લેવામાં આવી છે. રાજ્ય માં અઢી-ત્રણ વર્ષ પૂર્વે ખાનગી કોચિંગ ક્લાસિસો,ખાનગી હોસ્પિટલો તથા અન્ય વાણિજ્ય એકમોમાં અવારનવાર આગજની સહિતના આપાતકાલિન બનાવોનુ પ્રમાણ વધતાં રાજ્ય સરકારે એક ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરી આ ગાઈડલાઈન હેઠળ આવતાં તમામ એકમોમાં ફાયરસેફ્ટી અંગેની વિશેષ સવલતો ઉપલબ્ધ રાખવા હુકમ કર્યો હતો અને નિયત અવધિ પણ આપવામાં આવી હતી જે અનુસંધાને ભાવનગર શહેર ફાયરબ્રિગેડ દ્વારા શહેરમાં આવેલ હોસ્પિટલો,શૈક્ષણિક સંકૂલો તથા અન્ય વ્યવસાયી ક્ષેત્રોને ર્દ્ગંઝ્ર મેળવી લેવા મહેતલ આપવામાં આવી હતી પરંતુ આ મુદત પૂરી થવા છતાં ર્દ્ગંઝ્ર સાથે ફાયરસેફ્ટી ન વસાવતા હવે તંત્ર દ્વારા કાયદાની રૂએ પગલાં લેવાની ફરજ પડી છે ભાવનગર શહેર માં આવેલ ૩૫ હોસ્પિટલો તથા ૨૬ સ્કૂલોમાં પાણી તથા ડ્રેનેજ કનેક્શનો કાપવામાં આવ્યાં છે અને આગામી દિવસોમાં આ પ્રકારે કામગીરી શરૂ રહેવાની હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓ એ જણાવ્યું હતું.

Previous articleસૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નુકસાન થયેલા વિસ્તારોને સહાય જાહેર કરવા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી
Next articleભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ સાઇટ તથા આસપાસના ગામોની મુલાકાત લેતાં કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી