આનંદનગર ખાતે ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા 

1099
bvn27418-4.jpg

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ દિપક ચોકથી વિમાના દવાખાના સુધીના માર્ગ પર માર્ગ નવીનીકરણમાં બાધારૂપ અનેક દબાણો પર ભાવનગર મહાનગર પાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા તવાઈ બોલાવી સમગ્ર દબાણો નેસ્તનાબુદ કર્યા હતા.
આનંદનગર વ્સિતારમાં અનેક વિકાસકાર્યો પ્રગતિમાં છે ! ત્યારે દિપક ચોકથી વિમાના દવાખાના સુધીના રોડને પહોળા કરવા સાથે બંન્ને સાઈડ ડિવાઈડર બનાવવા માટે રોડ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલ અનેક દબાણો બાધારૂપ હતા જેના કારણે તંત્રની કામગીરી ડીલે થઈ રહી હતી આ અંગે દબાણ બાંધકામો દુર ન થતા મહા. પાના દબાણ હટાવસેલના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત તથા ટીમ જેસીબી સાધનો સાથે સવારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને બપોર સુધીમાં અનેક કાચા-પાકા મકાનો દુકાનો ઓટલા તોડી પાડ્યા અને જગ્યા ખુલ્લી કરી હતી.